તાજા સમાચારFeatured|દેશદેશ

કોગ્રેસના પ્રેદશ પ્રમુખને માટે વિવાદિત ઓડિયો ક્લિપ વાયરલ કરી કોંગ્રેસી કાર્યકર્તાએ કર્યો આપઘાત, મૃત્યુ પહેલા ખોલી કોંગ્રેસની મોટી પોલ

720views

પંજાબમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા કકળાટને થાળે પાડી નવજોત સિંહ સિદ્ધુને પક્ષમાં રાખવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ એટલે કે ગાંધી પરિવાર દ્વારા સિદ્ધુને પંજાબ કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે. પરંતુ તેમ છતાંય કોંગ્રેસનો આંતરિક વિખવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. જેમાં કોંગ્રેસના મહામંત્રી હેપ્પી બાજવા/દિલજીત સિંહે પંજાબના લુધિયાણા જિલ્લાની દાખા વિધાનસભાના જંગપુર ગામમાં ગુરુવારે (29 જુલાઈ, 2021) ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા, તેમણે કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિંધુને તેમનો 10 મિનિટનો ઓડિયો સંદેશ મોકલ્યો હતો.

બાજવાએ ઓડિયો ક્લિપ થકી જણાવ્યું કે, કેવી રીતે તેઓ છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે પરંતુ પાર્ટી માટે કામ કરવા બદલ તેમના પરિવારના સભ્યોને ક્યારેય તેનો લાભ મળ્યો નથી ઉલટાનું તેમની સામે કેસ થતા રહ્યા છે. ઓડિયો ક્લિપ મુજબ, તેને એક પ્લોટ સંદર્ભના કેસમાં ફસાવવાની તૈયારી ચાલી રહી હતી, આથી તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો.

બાજવાએ સિદ્ધુને તેમના ઓડીયોમાં વિનંતી કરી છે કે તેમના ગયા પછી તેમના પરિવારની સંભાળ રાખે. તેણે તેના મોત માટે ત્રણ લોકોને જવાબદાર ઠેરવ્યા છે. તેમાંથી બેની પોલીસે ધરપકડ કરી છે, જેની ઓળખ પ્રીતમ સિંહ અને મહિન્દરસિંઘ તરીકે થઈ છે. જ્યારે એક આરોપી બલજિંદર સિંહ ફરાર છે.

ઓડિયોમાં બાજવાએ શું કહ્યું

બાજવા કોંગ્રેસના રમત ગમત અને સાંસ્કૃતિક સેલના દેહતીના જિલ્લા અધ્યક્ષ હતા. આત્મહત્યા કરતા પહેલા તેમણે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ માટે રેકોર્ડ કરેલા ઓડિયોમાં તેમણે કહ્યું હતું કે તેઓ ત્રીસ વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે, પરંતુ તેમ છતાં તેમના પરિવારને કોઈપણ યોજનાનો લાભ મળી શક્યો નથી. આ સિવાય કોંગ્રેસ માટે કામ કરતી વખતે તેમની સામે ઘણા કેસ નોંધાયા હતા, 4 વર્ષના શાસનમાં તેમને કોઈ ફાયદો થયો નથી.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો