તાજા સમાચારFeatured|ગુજરાતગુજરાત

ગુજરાત સરકારે RTPCR ટેસ્ટના દરને લઈને લીધો મહત્વનો નિર્ણય, નાયબ મુખ્યમંત્રીએ કરી જાહેરાત

616views

કોરોનાની ત્રીજી લહેર નજર સામે છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. સરકાર દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર ટેસ્ટ (RTPCR test) ના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે. આરટીપીસીઆર ટેસ્ટનો ભાવ 700 રૂપિયાથી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. આમ, આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં સીધો 300 રૂપિયાનો ઘટાડો કરાયો છે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે (Nitin Patel) કરી છે. તો સાથે જ 2700 રૂપિયામાં એરપોર્ટ પર આરટીપીઆર ટેસ્ટ કરાવી શકાશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કોરોનાનો ટેસ્ટ થાય છે. ત્યારે સરકારે આરટીપીસીઆર ટેસ્ટનો દર ઘટાડ્યો છે. ખાનગી લેબોરેટરીમાં આરટીપીઆર ટેસ્ટ માટે અત્યાર સુધી 700 રૂપિયા લેવામાં આવતા હતા. ત્યારે તેમાં 300 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવેથી આ ટેસ્ટ 400 રૂપિયામાં જ ખાનગી લેબોરેટરીના કરાવી શકાશે. તેમજ જો ઘરે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા બોલાવશો તો તેમાં તેના ચાર્જમાં 350 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ સાથે તેમણે જણાવ્યું કે, હવે 550 રૂપિયામાં ઘરે આરટીપીઆર ટેસ્ટ થશે. તેમજ એરપોર્ટ પર 2700 રૂપિયામાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકાશે. અગાઉ એરપોર્ટ પર આ ટેસ્ટ 3000 રૂપિયામાં થતો હતો, જેમાં 300 રૂપિયાનો ઘટાડો કરાયો છે. તેમણે ઉમેર્યું હતું કે ત્રીજી લહેરમાં જિલ્લાકક્ષાની હોસ્પિટલ માટે નવાં 17 સીટી સ્કેન મશીન ખરીદાશે, જેની ટેન્ડરપ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્યની મેડિકલ કોલેજ, જિલ્લાકક્ષા હોસ્પિટલને 82.50 કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે. ગાંધીનગર, સોલા, વડોદરા ગોત્રી કોલેજમાં નવાં મશીનો ખરીદાશે, જેને કારણે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવા નહિ જવું પડે. માં અને માં વાત્સલ્ય યોજના હેઠળ વિનામૂલ્યે ટેસ્ટ કરી આપવામાં આવશે. રાજ્યમાં તમામ વિસ્તારને આવરી લઈ જિલ્લાકક્ષાએ સીટી સ્કેન MRIની સુવિદ્યા મળે એ માટે 112 કરોડનાં મશીન ખરીદવામાં આવશે.

આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેક્સિનેશનની પ્રક્રિયાને લઇને એક પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે હવેથી આગામી રવિવારે જેમને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવાનો બાકી હશે તેમને પણ હવે રસી આપવામાં આવશે.

 

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો