તાજા સમાચારFeatured|દેશદેશ

લોકસભાની કાર્યવાહી સ્થગિત થતા વિરોધ પક્ષો પર વરસ્યા PM મોદી, સાંસદોને આપી દીધી આ મોટી સલાહ

714views

સંસદમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાની જાગ્યાએ વિરોધ પક્ષો પોતાની રાજકિય તાકાત દર્શાવી રહ્યા છે જેના કારણે સભાગૃહની કાર્યવાહી સ્થિગિત કરવામાં આવી રહી છે. તેવામાં વિપક્ષના આ અભિગને લઈને આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં પીએમ મોદીએ કહ્યું કે, કૉંગ્રેસ ના તો સદન ચાલવા દઈ રહી છે અને ના ચર્ચામાં ભાગ લઈ રહી છે. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે, કોવિડ-19 પર જ્યારે બેઠક બોલાવવામાં આવી ત્યારે કૉંગ્રેસે બહિષ્કાર પણ કર્યો અને અન્ય દળોને આવતા પણ રોક્યા. બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ બીજેપી સાંસદોને સલાહ આપતા કહ્યું કે, વિપક્ષ- ખાસ કરીને કૉંગ્રેસના આ કામને જનતાની સામે એક્સપોઝ કરો.

પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે, “16 ઑગષ્ટ બાદ તમે તમામ પોત-પોતાના ક્ષેત્રોમાં જાઓ અને સરકારની 8 યોજનાઓ વિશે જાણકારી આપો. આ સાથે જ 75 વર્ષથી જે થઈ રહ્યો છે તેને લઇને આગામી 25 વર્ષ માટે લોકોની વચ્ચે જાગૃતતા ફેલાવો.” કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, “આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 2-2ના જૂથમાં 75 ગામોમાં જાઓ અને ત્યાં 75 કલાક રોકાઓ. લોકોની વચ્ચે ગામમાં દેશની ઉપલબ્ધીઓ અને દેશની આઝાદી સહિત તમામ ચીજો વિશે જણાવો.”

પીએમ મોદીએ કહ્યું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાનો કાર્યક્રમ સરકારી બનીને ના રહી જાય. આ કાર્યક્રમમાં દેશના જન-જનની ભાગેદારી હોય. આ સાથે પીએમ મોદીએ બીજેપી સાંસદોને કહ્યું છે કે, તેઓ લોકોની વચ્ચે વિપક્ષને એક્સપોઝ કરે. ખાસ કરીને કૉંગ્રેસને. તેમણે કહ્યું કે, તમે લોકોને જણાવો કે કેવી રીતે કૉંગ્રેસ પાર્ટી બેઠકમાં સામેલ થાય છે અને તેનો બહિષ્કાર કરે છે અને સંસદ પણ ચાલવા દેતી નથી. ઉલ્લેખનીય છે કે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં વિપક્ષનો હોબાળો ચાલું છે અને કાર્યવાહી દરરોજ સ્થગિત થઈ રહી છે.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ વિપક્ષને સમજાવતા કહ્યું કે, જનતા બધું જોઈ રહી છે. લોકસભાની કાર્યવાહી દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર બોલવા ઉભા થયા ત્યારે પણ વિપક્ષે હોબાળો મચાવ્યો. આના પર તોમર વિપક્ષને કહ્યું કે, “હું વિપક્ષી સભ્યોને જણાવી દઉં કે આજની કાર્યસૂચીમાં ગામડાઓ અને ખેડૂતોથી સંબંધિત 15થી વધારે પ્રશ્ન ચર્ચા માટે છે. વિપક્ષ જો ખેડૂતો વિશે થોડુંક પણ દર્દ રાખે છે, થોડીક પણ વફાદારી રાખે છે તો તેમણે શાંતિ બનાવીને પોતાના સ્થાન પર રહેવું જોઇએ. આ પ્રશ્નો પર પોતાનો મત રાખે. સરકારનો જવાબ સાંભળે. આ પ્રકારના હોબાળાથી સંસદની ગરિમા ભંગ થઈ રહી છે. જનતાનું પણ નુકસાન થઈ રહ્યું છે.”

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો