તાજા સમાચારFeatured|દેશદેશ

કારગિલ વિજય દિવસ \ PM મોદીએ શહીદોને નમન કરી ભારતીય સેના માટે કરી આ ભાવુક ટ્વીટ

408views

આખો દેશ આજે કારગિલ વિજય દિવસ મનાવી રહ્યો છે. આજના દિવસે 22 વર્ષ પહેલા એટલે કે 26 જુલાઈ 1999ના ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાને કારગિલની પહાડીઓથી ખદેડી હતી. દેશ માટે જીવ આપી દેનારા શહીદ સૈનિકોના સન્માનમાં આજે અનેક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા.  ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ પાકિસ્તાન સાથે થયેલા આ યુદ્ધના શહીદોને યાદ કર્યા અને કહ્યું કે તેમની બહાદુરી દરરોજ દેશવાસીઓને પ્રેરિત કરે છે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આપણે તેમના બલિદાનને યાદ કરીએ છીએ, તેમની બહાદૂરીને યાદ કરીએ છીએ। આજે કારગિલ વિજય દિવસના અવસરે આપણે એ તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ જેમણે દેશની રક્ષા કરતા કારગિલમાં પોતાની જાતને ન્યૌછાવર કરી દીધી. તેમની બહાદૂરી આપણને દરરોજ પ્રેરણા આપે છે.

 

અત્રે જણાવવાનું કે વિજય દિવસના અવસરે દર વર્ષે કારગિલના દ્રાસમાં આવેલા વોર મેમોરિયલમાં ખાસ કાર્યક્રમ થાય છે.ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે 1999માં કારગિલના પહાડો પર આ યુદ્ધ ખેલાયું હતું. ત્યારબાદ ભારતે કારગિલના પહાડોને ફરીથી પોતાના કબજામાં લીધા હતા. આ લડાઈની શરૂઆત ત્યારે થઈ જ્યારે પાકિસ્તાની સૈનિકો કારગિલની ઊંચી પહાડીઓ પર ઘૂસણખોરી કરીને પોતાનો અડ્ડો જમાવી બેઠા હતા.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો