તાજા સમાચારFeatured|દેશદેશ

ગુરુ પૂર્ણિમા/ ‘જ્યાં જ્ઞાન ત્યાં પૂર્ણિમા’ પીએમ મોદીએ દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવતા આપ્યો આ મહત્વનો સંદેશ

438views
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અષાઢી પૂર્ણિમા અને ધમ્મ ચક્ર દિવસ નિમિત્તે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. તેમણે વર્ચુઅલ માધ્યમ દ્વારા લોકોને પોતાનો સંદેશ પહોંચાડ્યો. વડા પ્રધાનના સંબોધનમાં પણ કોરોના રોગચાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આપણે ફક્ત બુદ્ધના માર્ગ ઉપર ચાલીને જ કેવી રીતે સૌથી મોટી પડકારનો સામનો કરી શકીએ, ભારતે આ કરી બતાવ્યું છે.
તો ગુરૂ પૂર્ણિમા અને ધમ્મ ચક્રના અવસરે પીએમ મોદીએ દેશવાસીઓને સંદેશો આપતા કહ્યુ કે જ્ઞાન એ સંસ્કારનુ પ્રતિક છે. તેમણે ભગવાન બુદ્ધે દુનિયાને આપેલા આઠ મંત્રોની પણ માહિતી આપી હતી. તેમણે કહ્યુ કે જ્યાં જ્ઞાન છે ત્યાં પૂર્ણતા છે. આજે સમગ્ર વિશ્વને ભગવાન બુદ્ધમાં શ્રદ્ધા છે. તેમણે દેશવાસીઓને ગુરૂપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી.

બુધ્ધના માર્ગે ચાલીને જ મોટી ચેલેન્જનો સામને કરી શકાય છે તે ભારતે દેખાડ્યું

પીએમ મોદીએ કહ્યું આજે કોરોના મહામારીના રૂપમાં માનવતાની સામે એવું સંકટ છે જ્યારે ભગવાન બુદ્ધ આપણી સામે વધારે પ્રાસંગિક બને છે.બુદ્ધના માર્ગ પર ચાલીને મોટી ચેલેન્જનો સામનો કરી શકાય છે. ભારતે આ કરીને દેખાડ્યું છે.બુદ્ધા સમ્યક વિચારને લીને આજે દુનિયાના દેશ પણ એકમેકનો હાથ પકડી રહ્યા છે અને એકમેકની તાકાત બની રહ્યા છે.  પીએમ મોદીએ કહ્યું કે સારનાથમાં ભગવાન બુદ્ધા જીવન, જ્ઞાનના સૂત્રમાં કહેવાયું છે કે તેઓએ દુઃખ અને દુઃખના કારણો જણાવ્યા છે. આશ્વાસન આપ્યું કે દુઃખને જીતી શકાય છે અને જીતનો રસ્તો પણ બતાવ્યો છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો