તાજા સમાચારFeatured|દેશદેશ

કકળાટ થાળે પાડવા હાઈકમાન્ડે સિધ્ધુને આપેલી લોલીપોપ નિષ્ફળ, પંજાબ કૉંગ્રેસમાં જબરદસ્ત ભડકો થવાની તૈયારી

738views

પંજાબ કૉંગ્રેસ રાજકીય વાવાઝોડાની વચ્ચે અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુના જૂથમાં વહેંચાઈ ગઈ છે. સિદ્ધુના માફી માંગવાની માંગ પર જીદે ચડેલા અમરિંદર સિંહથી નવજોત સિંહ સિદ્ધુ જૂથે કોઈપણ માફી માંગવાની ના કહી દીધી છે. સિદ્ધુનું જૂથ ઇચ્છે છે કે પંજાબ સીએમ કૉંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષથી માફી માંગે. એ સ્પષ્ટ થતું જઈ રહ્યું છે કે પાર્ટી હાઈકમાન્ડ બંને વચ્ચે શાંતિ ઇચ્છે છે, પરંતુ બંને એક સાથે કામ નહીં કરી શકે અને બંને પક્ષ તાલમેલના પોતાના વિકલ્પો બંધ કરી રહ્યા છે.

અમરિંદરના મીડિયા સલાહકારે મંગળવાર રાત્રે એ સ્પષ્ટ કરી દીધું કે તેઓ સિદ્ધુને ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી તેઓ સીએમ પર પ્રહાર કરનારા ટ્વીટને લઈને માફી ના માંગે. તો પરગટ સિંહે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, અમરિંદર સિંહે માફી માંગવી જોઇએ, કેમકે તેમણે રાજ્યની જનતાથી કરેલા પોતાના વાયદા પુરા નથી કર્યા. કૉંગ્રેસના સૂત્રો પ્રમાણે સિદ્ધુ અને અમરિંદરની વચ્ચે ચાલી રહેલી આ લડાઈમાં અનેક ધારાસભ્યો સિદ્ધુના ગ્રુપમાં સામેલ થઈ રહ્યા છે.

તેઓ પોતાનું વલણ સખ્ત કરી રહ્યા છે અને બંને જૂથોને લાગી રહ્યું છે કે તેઓ દ્વંદ્ધના અંતિમ સમય માટે તૈયાર છે. એક કૉંગ્રેસી નેતાએ કહ્યું કે, અમરિંદર સિંહની છબિ અને પ્રતિષ્ઠા ખરાબ થઈ ગઈ છે, કેમકે તેમની મરજી વિરુદ્ધ અને વિરોધ છતાં સિદ્ધુને પંજાબ કૉંગ્રેસની કમાન આપવામાં આવી છે. કૉંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, હવે અમરિંદર સિંહની ખુરશીને પણ ખતરો છે, કેમકે અનેક ધારાસભ્ય પોતાનું સમર્થન આપવા માટે સિદ્ધુની પાસે જઈ રહ્યા છે.

ધારાસભ્યોએ બંનેમાંથી કોઈ એકને પસંદ કરવા પડી શકે છે અને તેમના સખ્ત વલણથી જાણવા મળે છે કે તેઓ સિદ્ધુને પસંદ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક ધારાસભ્યો 2 નાવોમાં સવાર થઈને બંને તરફ દેખાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક કૉંગ્રેસ ધારાસભ્ય જે અત્યારે અમરિંદર સિંહને વફાદાર છે તેમણે ખુલાસો કર્યો છે કે મંગળવાર સુધી સિદ્ધુને અભિનંદન આપનારા કેટલાક ધારાસભ્ય સીએમની પાસે પાછા આવી ગયા છે. અત્યારે માફી માંગવી-આપવીનો તબક્કો બહુ દૂર થઈ ગયો છે, હવે બીજો તબક્કો એ હોઈ શકે છે કે કોણ પહેલો હુમલો કરે છે અને કઈ રીતે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો