તાજા સમાચારFeatured|દેશFeatured|ગુજરાતગુજરાત

રસીકરણના આ મામલે ગુજરાત સમગ્ર દેશમાં રહ્યું અવ્વલ, CM રૂપાણીએ ટ્વિટ કરી આપી જાણકારી

555views

દેશમાં કોરોના સંક્રમણ વિરૂદ્ધ મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ રસીકરણને વધુ વેગ આપવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા વિશ્વ યોગના દિવસે દેશભરના તમામ રાજ્યોને વિનામૂલ્યે રસી આપવાનું અભિયાન શરૂ કરાયું હતું. ત્યારે આ રસીકરણ અભિયાનમાં કેન્દ્ર તેમજ રાજ્યની સરકારો મળીને રસીકરણ અભિયાન ચલાવી રહી છે. તેવામાં વિકાસના કાર્યોમાં રોલ મોડલ ગણાતુ આપણુ ગુજરાત હવે પ્રતિ મિલિયન વેક્સિનેશનમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે.

ઉલ્લેખનીય છે કે, રસીકરણ અભિયાન શરૂ કરાયા બાદ અત્યાર સુધીમાં ગુજરાતમાં 3,01,65,228 લાભાર્થીઓને ડોઝ અપાઈ ચૂક્યા છે. આજ રોજ સીએમ રૂપાણીએ એક પોસ્ટ શેર કરી છે જેમા તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાની રસી મેળવનારની સંખ્યા 3 કરોડની પાર પહોંચી ગઈ છે.  તેમજ પ્રતિ મિલિયન વેક્સિનેશનમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ હોવાનો દાવો કર્યો છે.

આ સાથે અગાઉ પણ ગુજરાતને કોરોના મુક્ત બનાવવા રાજ્યની રૂપાણી સરકાર દ્વારા નવુ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત હવે ‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ નું અભિયાન ગુજરાતભરમાં ચલાવવામાં આવ્યું. આરોગ્ય વિભાગ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા આ અભિયાન માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી.  જે અંતર્ગત આર્યુવેદિક અને હોમિયોપેથિક દવાઓની કીટના વિતરણ અંગે પણ સમીક્ષા કરવામાં આવી. આરોગ્ય વિભાગ દ્વારા અપાતી સૂચનાઓનું શહેર અને પાલિકાઓમાં યોગ્ય રીતે સંચાલન થાય છે કે નહિ તે જોવામાં આવ્યું. ‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ અંતર્ગત ધનવંતરી રથ અને સંજીવની રથની કામગીરીની સમીક્ષા ઈન્ચાર્જ મંત્રી દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીની સમીક્ષા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખીને કરવામાં આવી હતી.

 

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો