તાજા સમાચારFeatured|ગુજરાતગુજરાત

અધ્યક્ષ પાટીલના 5 પાવરફુલ પંચ \ માત્ર 1 વર્ષમાં આ 5 મહારેકોર્ડ સર્જીને પાટીલે ગુજરાત ભાજપને સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડી

632views

આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી. આર. પાટીલને એક વર્ષ પૂર્ણ થયું છે.  ત્યારે માત્ર એક વર્ષમાં પાટીલે ગુજરાત સંગઠનને જબરદસ્ત મજબૂતાઈ પ્રદાન કરીને ભારતીય જનતા પાર્ટીને સફળતાના નવા શિખરે પહોંચાડી છે. માત્ર એટલું જ નહીં પરંતુ માત્ર એક વર્ષમાં તેમના નેતૃત્વમાં ગુજરાત ભાજપે તમામ વિપક્ષીઓનો સફાયો બોલાવી નાંખ્યો છે. ત્યારે ચાલો અધ્યક્ષ પાટીલે એક વર્ષમાં કરેલી અભૂતપૂર્વ કામગીરી જાણીએ,…

નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત

28 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થયો હતો. રાજ્ય ચૂંટ   ણી આયોગની સત્તાવાર જાહેરાત અનુસાર પરિણામની વાત કરીએ તો, નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો 2085 બેઠકો પર વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. વર્ષ 2015 માં યોજાયેલ નગરપાલિકા ચૂંટણીની વાત કરીએ તો, કુલ 2088 બેઠકમાંથી 1197 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો.

જિલ્લા તેમજ તાલુકા પંચાતયની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત

જિલ્લો કુલ સીટ ભાજપ કોંગ્રેસ અન્ય
Tapi 124 59 64 1
Jamnagar 112 70 33 9
Surendranagar 182 132 42 8
Narmada 90 62 21 7
The Dangs 48 41 7 0
Ahmadabad 176 118 53 5
Vadodara 168 116 44 8
Bharuch 182 136 29 17
Kheda 166 108 52 5
Sabar Kantha 172 120 45 7
Devbhumi Dwarka 80 42 35 3
Anand 196 130 62 4
Patan 170 107 57 5
Gir Somnath 128 80 46 2
Mahisagar 126 87 34 5
Porbandar 54 38 15 1
Botad 78 58 16 4
Arvalli 128 97 25 6
Chhota Udaipur 140 98 39 3
Navsari 132 105 26 1
Surat 184 154 26 4
Kachchh 204 144 58 2
Mahesana 216 145 64 6
Amreli 192 128 56 8
Rajkot 202 124 69 9
Morbi 102 67 33 2
Panch Mahals 178 168 4 6
Bhavnagar 210 149 56 5
Junagadh 158 88 60 10
Valsad 158 135 18 5
Dohad 238 199 29 10
Gandhinagar 80 46 34 0
TOTAL 4774 3351 1252
168

 

મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત

છેલ્લા 25 વર્ષથી આ 6 મહાનગરપાલિકામાં ભાજપનું સાશન રહ્યું છે. ત્યારે યોજાયેલ ચૂંટણીના જાહેર થયેલા પરિણામોની વાત કરીએ તો, ભાજપે 576 બેઠકોમાંથી 483 બેઠકો પર જ્વલંત વિજય થયો છે. ત્યારે ગતવર્ષની વાત કરીએ તો, વર્ષ 2015 ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો 330 બેઠકો પર વિજય થયો હતો.

પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય

3 નવેમ્બર 2020ના રોજ ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. ત્યારે આ આઠેય બેઠકોના પરિણામોની વાત કરીએ તો, અબડાસા, લીંબડી, મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણ એમ આઠ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો