તાજા સમાચારFeatured|ગુજરાતગુજરાત

ગુજરાત વિરોધી AAP \ ભગવાનના ભક્તોને ભૂંડ કહ્યા બાદ હવે ગુજરાતને બદનામ કરતું AAP નું ષડયંત્ર થયું ઉજાગર, ચોરી પકડાતા કર્યું આ કાર્ય

1.86Kviews

એક તરફ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ કરેલા બફાટના કારણે ગુજરાતભરમાં AAP પક્ષ સામે આકરો વિરોધ સામે આવી રહ્યો છે. ત્યારે માત્રને  માત્ર સરકારને બદનામ કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રચાર કરી રહેલી આમ આદમી પાર્ટી ગુજરાતને પણ બદનામ કરવા લાગી છે. જેમાં આપના નેતા મહેશ સવાણીએ એક પોસ્ટ કરી હતી. પરંતુ થોડા સમય બાદ પોતાની ભૂલનું ભાન થતા તે પોસ્ટ તરત જ ડિલીટ કરી નાંખી હતી.

સમગ્ર મુદ્દાની વાત કરીએ તો, મહેશ સવાણીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં વાવાઝોડા બાદ વીજળીની વ્યવસ્થા ન હોવાનું કહેવામાં આવ્યું હતું અને ગુજરાત મોડેલ પર સવાલ ઉઠાવવામાં આવ્યો. મહેશ સવાણીએ આ પોસ્ટ સાથે એક લાકડામાંથી બનેલો અને સુકાઈ ગયેલા વૃક્ષ જેવો વીજપોલનો ફોટો મુક્યો હતો. જો કે આ ફોટો પાકિસ્તાનના સિંધ પ્રદેશનો હોવાથી યુઝર્સે મહેશ સવાણીને ટ્રોલ કર્યા હતા. અંતે મહેશ સવાણીને આ પોસ્ટ ડીલીટ કરવાનો વારો આવ્યો હતો.

ભાજપે કર્યા આકરા પ્રહાર

ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયાના પ્રદેશ કન્વીનર સિદ્ધાર્થ પટેલે પણ આ મુદ્દે મહેશ સવાણી અને આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા કહ્યું હતું કે, ખોટી માહિતીના બ્યુગલો ફૂંકવા તથા ખોટા વાયદાઓ આપીને લોકો ને ખોટી દિશામાં ભટકાવવા આપનો આજ મુખ્ય એજન્ડા હોય છે. આપ ના પાપ માં ભાગીદાર બનેલા આ ભાઈ એ આવું જ એક કૃત્ય કર્યું. પાકિસ્તાનની જૂની ઇમેજ લઇને આપણા ગુજરાતની ઇમેજ બતાવી નાખી ! સમજુ પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો.

ઉલ્લેખનીય છે કે, એક તરફ ગોપાલ ઈટાલિયા ભગવાન વિરૂદ્ધ અપશબ્દો બોલી રહ્યા છે. જ્યારે બીજી તરફ આપ નેતા ઈસુદાન ગઢવી ભગવાનના ભક્તો ભૂંડ ગણાવી રહ્યા છે. અને આપ નેતા સવાણી પાકિસ્તાનની તસ્વીર ગુજરાતની દર્શાવીને ગુજરાતને બદનામ કરી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે, આખરે  ગુજરાતને વિકાસનું રોલ મોડલ બનાવવામાં મહત્વનો ફાળો ભજવનાર ભારતીય જનતા પાર્ટી પાસેથી સત્તા આંચકી લેવા માટે કેટલી હદ સુધી આવી નિમ્નગકક્ષાનું રાજકારણ કરશે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો