તાજા સમાચારFeatured|ગુજરાતગુજરાત

જાણવા જેવી વાત \ વડાપ્રધાન મોદીએ ગુજરાતને આપેલી આ મોટી ભેટની આ તમામ ખાસિયતો જાણીને તમે પણ થઈ જશો સ્તબ્ધ

393views

ગુજરાતના ગાંધીનગરમાં રેલ્વે સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટલ બનાવવામાં આવી છે. દેશના કોઈ પણ રેલ્વે સ્ટેશનમાં આજ સુધી એવી કોઈ હોટલ નથી અને તે ભવિષ્યમાં ભાગ્યે જ બનાવવામાં આવશે. આ રેલ્વે સ્ટેશન આધુનિક બનાવવામાં આવ્યું છે. તેમાં પ્રાર્થના માટે એક અલગ ઓરડો અને બેબી ફીડિંગ રૂમ તેમજ પ્રાથમિક સારવાર માટે એક નાની હોસ્પિટલ છે. આ રેલ્વે સ્ટેશન ફાઇવ સ્ટાર હોટલ હેઠળ બનાવવામાં આવ્યું છે. ચાલો આ હોટલ વિશે વિગતવાર જણાવીએ.

LED લાઈટની થીમમાં ફેરફાર કરવામાં આવશે

રેલ્વે અધિકારીના જણાવ્યા પ્રમાણે ગાંધીનગર રેલ્વે સ્ટેશન અને હોટેલ પર ખાસ એલીડી લાઇટનું આકર્ષણ મૂકવામાં આવ્યું છે જેમાં રોજ એલીડી લાઇટની થીમમાં ફેરફાર કરવામાં આવશે.

પ્લેટફોર્મ 120 કિલોના સ્ટીલનો ઉપયોગ કરીને રુફ બનવાયું

પ્લેટફોર્મ પર મુસાફરો તાપથી બચી શકે તે માટે 120 કિલો સ્ટીલનો ઉપયોગ કરીને ખાસ એક છત તૈયાર કરવામાં આવી છે. જેમાં એક પણ નટ બોલ્ટ નજર ન આવે તે રીતે કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત રેલવે સ્ટેશનમાં રિટેલ બિઝનેસ એન્ટરટેનમેન્ટની પણ સુવિધાઓ કરવામાં આવશે.

ગાંધીનગર થી વારાણસી ટ્રેન શરૂ થશે

અમદાવાદ ડી.આર.એમ દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે ગાંધીનગર સ્માર્ટ રેલ્વે સ્ટેશનના ઉદ્ઘાટન દરમિયાન બીજા બે મહત્વના પ્રોજેક્ટ પણ શરૂ થવાના છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર થી વારાણસી સુધીની ટ્રેનને લીલી ઝંડી આપીને નવા યુગનો પ્રારંભ કરશે. આ ટ્રેન અઠવાડિયામાં એક જ દિવસ ગાંધીનગરથી સંચાલિત થશે અને 24 કલાકના સમયગાળામાં ગાંધીનગર થી ટ્રેન ઉપડીને વારાણસી પહોંચશે. આ ઉપરાંત બીજા પ્રોજેક્ટ તરીકે મેહેસાણા થી વારેડાનો છે. આ ટ્રેનની મીટરગેજની લાઈનને બ્રોડગેજ કરવામાં આવી છે, સાથે જ વરેઠા, વડનગર, વિસનગર અને ખેરાલુ રેલ્વે સ્ટેશનને આ લાઇન દ્વારા આવરી લેવામાં આવ્યા છે. આ વરેઠા થી ગાંધીનગર રૂટની ટ્રેનને પણ પીએમ મોદી દ્વારા લિલી જંડી આપવામાં આવશે.

આખું ગુજરાત એક છત નીચે

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનુ ખૂબ જ મહત્વ છે, ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન કે જે દેશનું સૌપ્રથમ સ્માર્ટ રેલવે સ્ટેશન તરીકે પ્રસ્થાપિત થયું છે. રેલ્વે સ્ટેશનની એક જ છત નીચે સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારો અને ગુજરાતમાં ફરવા લાયક તમામ જગ્યાઓનો ઉલ્લેખ વોલ પેઇન્ટ દ્વારા રેલવે સ્ટેશનની અંદર પ્રવેશ દ્વાર પાસે કરવામાં આવ્યો છે, તેમા અમદાવાદની સીદી સૈયદની જાળી, એશિયાટિક લાયન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું રણ, જેવા ગુજરાતના તમામ ફરવાના સ્થળોનો ઉલ્લેખ છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો