તાજા સમાચારFeatured|ગુજરાતગુજરાત

PM મોદીએ ગુજરાતને આપેલી આ ભેટની જાણો સૌથી રસપ્રદ અને અતિ મહત્વની માહિતી, ખુદ PM મોદીએ ટ્વીટ કરીને આપી આ જાણકારી

645views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે આજે ગુજરાત વિકાસનું રોલ મોડલ બનીને ઊભર્યું છે. ત્યારે કોરોના કાળમાં પણ રાજ્યમાં વિકાસ કાર્યો ફાસ્ટ ટ્રેક પર યથાવત જોવા મળી રહ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ ગાંધીનગર અને અમદાવાદમાં અંદાજે રૂ.1200 કરોડના ખર્ચે તૈયાર કેટલાક પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કર્યું હતું.

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે ગુજરાતની પ્રજા ને માટે વિવિધ પ્રોજેકટો ની ભેટ મળી છે જેમાં સાયન્સ સિટી ખાતે એકવેટિક ગેલેરી રોબોટિક ગેલેરી નેચર પાર્ક નું લોકાર્પણ થશે આ નવા ત્રણ આકર્ષણનું ઉધ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ કરવામા આવ્યુ હતુ. જેમાં અમદાવાદ સાયન્સ સિટીમાં નિર્માણ પામેલાં 5D થિએટર અને 11,600 થી વધું માછલીઓ ધરાવતી એક્વાટિક ગેલેરી, રોબો કેફે સહિત 202 રોબોટ્સ ધરાવતી રોબોટિક ગેલેરી અને મિસ્ટ ફોરેસ્ટ તથા 15 સ્કલ્પ્ચર ધરાવતાં નેચર પાર્કનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાવામાં આવ્યું છે. આ એક્વેટિક ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં મેં તસવીરો મૂકી તો લોકોને વિશ્વાસ જ નથી કે આ ગુજરાતની તસવીરો છે. એક્વાટિક ગેલેરી દેશની નહીં એશિયાના ટોપ એક્વેરિયમમાં એક છે. રોબોટિક ગેલેરીમાં રોબોટ શેફે બનાવેલું અને રોબોટ વેઇટરે પીરસેલી વાનગી આરોગવાનો આનંદ અનોખો હશે. રૂબરૂ જોવાની ઉત્સુકતા પ્રબળ બની છે. મોકો મળતા રૂબરૂ ગુજરાત આવીશ.

સાયન્સ સિટીની રોબોટિક ગેલેરીની ખાસિયતો

  • આ ગેલેરીમાં 150 વધુ સેકટરના રોબોટ સાથે આકાર પામી છે
  • ગેલરીમાં પ્રથમ હરોળમાં હિસ્ટ્રીના રોબોટ હિસ્ટ્રી વિશે પરિચય આપશે
  • ગેલેરીની બીજી હરોળમા સ્પોર્ટસના રોબોટ અવનવી રમતો રમીને દર્શવશે
  • સ્પોર્ટસ રોબોટમાં બેડમિન્ટનમાં રોબોટ મુખ્ય આકર્ષણ ઉભુ કરશે
  • ગેલરીની ત્રીજી હરોળમાં યુટિલિટી રોબોટ રોજિંદી ક્રિયાના ઉપયોગનો પરિચય આપશે
  • મિલિટરી રોબટ કુદરતી હોનારત અને ડિફેન્સ અંગે માર્ગદર્શન આપશે
  • ગેલરીની ચોથી હરોળમા ભારતમાં બનતા રોબોટ પ્રદર્શન સાથે પ્રમોશન કરશે
  • ગેલરીની પાંચમી હરોળમાં વર્ચ્યુઅલ રિયાલિટી આધારિત રોબોટ પોતાના અનુભવો રજૂ કરશે
  • ગેલરીમાં છઠી હરોળમાં રોબોટ મુલાકતીઓ મનોરંજન પૂરું પડશે
  • ગેલેરીમાં સાતમી હરોળમાં ડ્રાઇવરલેસ કાર ચલાવતા રોબોટ માર્ગદર્શન આપશે
Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો