તાજા સમાચારFeatured|દેશદેશ

લોકોને ભ્રમિત કરવા કેજરીવાલ સરકારે ફરી એકવાર રચ્યું મોટું ષડયંત્ર, પરંતુ જાગૃત નાગરિકોએ જ AAP નો ફોડી નાખ્યો ભાંડો

1.19Kviews

દિલ્હીની કેજરીવાલ સરકાર હવે દેશના અલગ અલગ રાજ્યોમાં સરકાર રચવા માટે ફ્રી સેવાઓ નામની લોકોને આપી રહી છે. પરંતુ દિલ્હીમાં કેજરીવાલ સરકાર કેટલી સફળ છે તે આજે સૌ કોઈ જાણે છે. કારણ કે, દિલ્હીની કેજરીવાલ સરકાર કોરોના કાળ હોય કે પછી રાજ્યમાં શાંતિ વ્યવસ્થાનો મુદ્દા પર સદંતર નિષ્ફળ નિવળી છે. તેવામાં હવે લોકોને મુખ્ય વિષયો પરથી ભ્રમિત કરવા માટે કેજરીવાલ સરકાર તેમના જુના મિત્ર કોંગ્રેસની જેમ અફવાઓ અને જુઠ્ઠાણાનો સહારો લઈ રહી છે. પરંતુ દેશના જાગૃત નાગરિકોએ આ મોરચે પણ કેજરીવાલ સરકારના જુઠ્ઠાણાનો જડાબતોડ જવાબ આપ્યો છે.

આ વખતે હવે સોશ્યલ મીડિયા પર દિલ્હીની આમ આદમી પાર્ટી (આપ) ની હાઈપોક્રેસી સંબંધિત એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આ પોસ્ટમાં AAP ના બે નેતાઓનાં નિવેદનો છે. એકમાં, રાઘવ ચડ્ડા મિન્ટો બ્રિજ પર પાણી ભરાવા અને તેના કારણે થયેલા એક વ્યક્તિના મોત માટે કેન્દ્ર સરકારને દોષી ઠેરવી રહ્યા છે.

બંને ટ્વીટ્સ એક સાથે શેર કરવામાં આવી રહ્યા છે. પહેલું ટ્વિટ વર્ષ 2020 નું છે જેમાં આપ નેતા રાઘવે કહ્યું હતું કે, મિન્ટો બ્રિજનો વિસ્તાર એનડીએમસી હેઠળ આવે છે અને એનડીએમસી કેન્દ્ર સરકાર હેઠળ આવે છે, તેમ છતાં ત્યાં પાણી ભરાવાની સ્થિતિ છે. ભાજપ પોતાની જવાબદારીઓથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ત્યારે ખરેખર તો, આ બંને નેતાઓની વાત જોઈને સોશ્યલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે આમ આદમી પાર્ટી અફવાઓ ફેલાવી રહી છે. અવિનાશ શ્રીવાસ્તવ કહે છે, “મતલબ કે આ કેવી રીતે થાય છે? જ્યારે ‘મિન્ટો બ્રિજ’ પર પાણી ભરાતું હતું ત્યારે તે વિસ્તાર એનડીએમસી હેઠળ હતું અને તેની જવાબદારી કેન્દ્ર સરકારની હતી અને જ્યારે ‘મિન્ટો બ્રિજ’ જળ ભરાય નહીં, ત્યારે તેની શ્રેય કેજરીવાલની આપ સરકારને ગઈ.

 

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો