તાજા સમાચારFeatured|દેશદેશ

Video / કાશીથી PM મોદીની સિંહ ગર્જના, કહ્યું – હવે બહેન-દીકરીઓ સામે આંખ ઉઠાવનારને….

748views

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે છે. વારાણસીનો આ તેમનો 27મો પ્રવાસ છે. આ 5 કલાકના પ્રવાસમાં તેમણે 1500 કરોડ રૂપિયાની ભેટ સોગાદ આપી. પ્રધાનમંત્રીએ બીએચયુમાં માતૃ અને શિશુ સ્વાસ્થ્ય શાખાનું ઉદ્ધાટન પણ કર્યું.  આ દરમિયાન તેમણે છેલ્લા ઘણા દિવસોમાં નેતૃત્વ પરિવર્તન અને યુપી સરકારમાં ઘણા મોટા ફેરબદલ થશે તે વાતને ખોટી સાબિત કરી દીધી છે. CM યોગીને તેમણે એકદમ કર્મઠ અને લોકપ્રિય નેતા ગણાવતા તેમણે કોરોના સંકટથી લડવામાં યોગી સરકાર દ્વારા કરેલ કામના ઘણા વખાણ કર્યા છે.

ભોજપુરીમાં ભાષણની કરી શરૂઆત

પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત ભોજપુરી ભાષાથી કરી. તેમણે ત્રણ પંક્તિઓ કહી. તેમણે કહ્યું કે ‘આપ સબ લોગન સે સીધા મુલાકાત કા અવસર મિલલ હૈ, કાશી કે સભી લોગન કૈ પ્રણામ. હમ સમસ્ત લોક કે દુખ હરૈ વાલે ભોલેનાથ, માતા અન્નપૂર્ણ કે ચરણ મે ભી શીશ ઝૂકાવત હૈ.’

યુપીમાં હવે ભાઈ-ભત્રીજાવાદ નહીં, વિકાસ વાદ
પીએમ મોદીએ પ્રદેશની જૂની સરકારો પર નિશાન સાધ્યું અને હાલની સરકારના વખાણ કર્યા. તેમણે કહ્યું કે યુપીમાં સરકાર આજે ભ્રષ્ટાચાર અને ભાઈ ભત્રીજાવાદથી નહીં વિકાસવાદથી ચાલી રહી છે. આથી આજે યુપીમાં જનતાને યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે. આથી આજે યુપીમાં નવા નવા ઉદ્યોગોનું રોકાણ પણ થઈ રહ્યું છે. રોજગારની તકો વધી રહી છે. આજે યુપીમાં કાયદાનું રાજ  છે. માફિયારાજ અને આતંકવાદ જે એક સમયે બેકાબૂ થઈ રહ્યા હતા તેના પર હવે કાયદાનો સકંજો છે. બહેન-દીકરીઓની સુરક્ષા અંગે માતા પિતા હંમેશા જે પ્રકારે ડર અને આશંકાઓમાં જીવતા હતા તે સ્થિતિ પણ બદલાઈ છે. પીએમ મોદીએ કહ્યું કે આજે યોગીજી પોતે આકરી મહેનત કરી રહ્યા છે.

સમગ્ર કાશીમાં દેખાશે ગંગાની લાઈવ આરતી
પીએમ મોદીએ ગંગા આરતીના લાઈવ પ્રસારણ માટે એલઈડી સ્ક્રિન્સ લગાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે સમગ્ર કાશિમાં ગંગાની લાઈવ આરતી જોવા મળશે. એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે. મોટી સ્ક્રીન્સના માધ્યમથી ગંગાજીના ઘાટ પર અને કાશી વિશ્વનાથ મંદિરમાં થનારી આરતીનું પ્રસારણ સમગ્ર શહેરમાં શક્ય બનશે. શહેરમાં ઠેર ઠેર લાગી રહેલા LED સ્ક્રીન્સ અને ઘાટો પર લાગી રહેલા ટેક્નોલોજીથી લેસ ઈન્ફોર્મેશન બોર્ડ એ કાશી આવનારા લોકોને ખુબ મદદ કરશે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો