તાજા સમાચારFeatured|દેશદેશ

કોરોના કાળમાં મોદી સરકારે આપી મોટી ભેટ, આ લોકોને થશે સૌથી મોટો આર્થિક લાભ, જાણો સરકારની મહત્વપૂર્ણ જાહેરાત વિશે

938views

કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રિય કર્મચારીઓને એક મોટી ભેટ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ) માં 17 ટકાથી વધારીને 28 ટકા કરી દીધી છે. પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓના DAના ત્રણ હપ્તા આવવાના બાકી હતા. કોરોના સંકટ દરમ્યાન સરકાર તરફથી તેના પર રોક લગાવાઈ હતી. હવે DA વધ્યા બાદ સપ્ટેમ્બરથી બંપર સેલેરી વધીને આવશે.

11 ટકાનો વધારો

આજે લગબગ દોઢ વર્ષ બાદ વર્ચ્યુઅલ નહીં પરંતુ પ્રત્યક્ષ મોદી કેબિનેટ મીટિંગ મળી હતી જેમાં આ મોટો નિર્ણય લેવાયો હતો.   કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારીના ભથ્થામાં સીધો 11 ટકાનો વધારો કરાયો હતો જે હવે વધીને 28 ટકા થયો છે. આ મોંઘવારી ભથ્થાનો લાભ 1 જુલાઈથી કર્મચારીઓને મળશે.

ત્રણ વાગે કેબિનેટના નિર્ણયો પર બ્રીફિંગ

કેબિનેટ વિસ્તરણ બાદ મોદી કેબિટની આજે મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયોની પ્રેસ બ્રીફિંગ કરવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે મીટિંગમાં લેવાયેલા તમામ નિર્ણયોની જાણકારી આપવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. જ્યારે બીજી બાજુ કેબિનેટ મીટિંગ બાદ સાંજે ચાર વાગ્યે PM મોદી પોતાના મંત્રીમંડળના સાથીઓ સાથે પણ ચર્ચા કરશે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો