તાજા સમાચારFeatured|ગુજરાતગુજરાત

ગુજરાત પ્રદેશ પ્રમુખ પદ માટે કોંગ્રેસમાં ભારે ઘમાસાણ, પોતાના પ્યાદાઓને પ્રમુખ બનાવવા આ નેતાઓની ફૌજે શરૂ કર્યું જબરદસ્ત લોંબિગ

758views

દેશના કોઈપણ રાજ્યમાં ચૂંટણી ન હોય તેમ છતાંય કોંગ્રેસ પક્ષમાં આંતરિક ખેંચતાણા સેમા આવી આજે સામાન્ય બાબત બની ચૂકી છે. ત્યારે હવે છેલ્લા કેટલાય સમયથી ખાલી પડેલા પ્રદેશ પ્રમુખ પદને લઈને કોંગ્રેસમાં ભારે ઘમાસાણ જોવા મળી રહી છે. માત્ર એટલું જ નહીં પરંતુ પોતાની લોટરી લાગે તે માટે અનેક નેતાઓ પોત પોતાના ગોડ ફાધરને યાદ કરી રહ્યા છે. જેના કારણે ગુજરાત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પોતાના પ્યાદાના શીરે પ્રમુખ પદનો તાજ મળી રહે તે માટે હાઈકમાન્ડની તળિયા ચાટવા છેક દિલ્હી સુધી લાંબા થઈ ચૂક્યા છે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હીની મુલાકાતે છે અને તેઓએ કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે.સી વેણુગોપાલ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની નિમણુક અંગ ચર્ચા કરવામાં આવી હતી. જેના પરિણામે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને પ્રભારી માટે ઘણા સમયથી દોડધામ ચાલી રહી છે. તેમજ ગુજરાતમાં નેતાઓ એકબીજાને પ્રમોટ કરી રહ્યાં છે અને છેક દિલ્હી સુધી લોંબિગ ચાલી રહ્યું છે. અહેમદભાઈના નિધન બાદ હવે કોંગ્રેસના નેતાઓ સીધા દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચ્યા છે. ગુજરાતમાં જૂથવાદ વચ્ચે ચૂંટણીના વર્ષમાં પ્રદેશ પ્રમુખ બનવા ઘણા નેતાઓ ધમપછાડા કરી રહ્યા છે.

પોતાના પ્યાદાઓને પ્રમુખ પદ મળી રહે તે માટે,  હિંમત સિંહ પટેલ, શૈલેષ પરમાર, રાજુ પરમાર, ગૌરવ પંડ્યા, નરેશ રાવલ, બળદેવજી ઠાકોર, સી જે ચાવડા, સાગર રાયકા, હિમાંશુ વ્યાસ, મૃતુજા પઠાણ, અમી યાજ્ઞિક, તુષાર ચૌધરી, યોગેશ ગઢવી સહિતના અનેક નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ,  સંગઠનનું માળખું તાત્કાલિક જાહેર કરવા અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે નવા ચેહરાને તક આપવાની માગણી કરવામાં આવી હતી. આ બેઠકમાં ભૂતકાળમાં પ્રમુખ રહી ચુકેલાને ફરી તક ન આપવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો