તાજા સમાચારFeatured|ગુજરાતગુજરાત

નિર્લજ્જ કોંગ્રેસના નિર્લજ્જ નેતાઓ\ ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ પોતાની જ પત્ની સામે જાહેર કરી નોટીસ, પત્નીને અંગે આપી આવી ચેતવણી

1.09Kviews

કોંગ્રેસ પક્ષ અને તેના નેતાઓ મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે હંમેશા મોદી સરકારને ઘેરવાના પ્રયાસો કરતા હોય છે. પરંતુ ખરેખર કોંગ્રેસે પોતાના સત્તાકાળમાં અને અત્યારે વિપક્ષમાં બેસીને મહિલાઓનું અપમાન કરવામાં કોઈ કસર છોડી નથી. માત્ર આટલું જ નહીં પરતું કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો દ્વારા અવાર નવાર મહિલાઓ માટે અપમાનજનક ગણાય એવા નિવેદનો આપ્યા છે.  તેવામાં હવે ખુદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ખુદની ભરતસિંહ સોલંકીએ પત્ની વિરુદ્ધની એક નોટિસ જાહેર કરી છે.

દેશભરના તમામ રાજ્યમાં કોંગ્રેસ પક્ષમાં આતરિક વિવાદ સામે આવતા જ હોય છે.  પરંતુ આ વખતે તો કોંગ્રેસી નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો પત્ની વિવાદ સામે આવ્યો છે. ભરતસિંહ સોલંકીએ પત્ની વિરુદ્ધની એક નોટિસ જાહેર કરી છે. જેમાં તેમણે પત્ની પોતાના કહ્યામાં નથી અને મનસ્વી રીતે વર્તે છે, જેથી તેમને તકલીફ પહોંચાડે એવો ભય દર્શાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ ગુજરાત કોંગ્રેસમાં મહિલા કાર્યકર્તાઓનું શોષણ કરવામાં આવે છે તેવો એક પત્ર સોનિયા ગાંધીને લખીને કોંગ્રેસના જ એક નેતાએ પાર્ટીની મુસીબત વધારી દીધી છે. પાર્ટીના મોટા નેતાઓનું નામ વચ્ચે આવતા કોંગ્રેસની મુસબીત આવતા દિવસોમાં વધશે તેવું લાગી રહ્યું છે. વડોદરાના કોંગ્રેસના નેતા પ્રવીણ સ્વામીએ ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે કોંગ્રેસના મોટા નેતાઓ દ્વારા મહિલા કાર્યકર્તાઓનું જાતીય શોષણ કરવામાં આવી રહ્યું છે. તેમણે આ અંગે ફરિયાદ કરતો પત્ર સોનિયા ગાંધીને લખ્યો છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો