તાજા સમાચારFeatured|દેશFeatured|ગુજરાતગુજરાત

ગુજરાત ભાજપના આ માસ્ટર સ્ટ્રોકે કરોડો ભક્તો માટે ખોલ્યા ભગવાન જગન્નાથની રથયાત્રાના દ્વાર, સરકારની આ કામગીરી જાણી તમે પણ કરશો અઢળક પ્રશંસા

423views

દર વર્ષે ભગવાન જગદીશ અમદાવાદના રાજમાર્ગો પર અખાડા, હાથી, ભજનમંડળી સહિત નગરચર્યાએ નીકળે છે. કોરોનાને કારણે ભગવાનની રથયાત્રા નગરમાં ફરી શકી નહોતી. ગત વર્ષે પણ રથયાત્રાને મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવી હતી. પરંતુ આ વર્ષે કોરોના મહામારીમાં કોરોનાનું સંક્રમણ પણ ન ફેલાય અને ભક્તોની લાગણીને ધ્યાને રાખી રથયાત્રાનું આયોજન થાય તેવી અદભૂત કામગીરી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી. અને સરકારની આ જ કામગીરીના પરિણામે 144 મી રથયાત્રા હજારો પોલીસ કર્મચારીઓનો ચાંપતો બંદોબસ્ત હેઠળ યોજાઈ હતી.

રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થાય એ માટે ગુજરાત સરકાર સતત સમીક્ષા કરી રહી હતી. તેમજ શનિવારથી શરૂ થયેલી રથયાત્રા મહોત્સવને લઈને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પોલીસતંત્ર અને મંદિર સાથે બેઠકો કરતા હતા, આજે રથયાત્રાના દિવસે જ સવારે 3.30 વાગ્ચાથી તેઓ મંદિરમાં હાજર થઈ ગયા હતા. તેમની સાથે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા અને અમદાવાદના પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તવ પણ હતા. સતત આઠ કલાક સુધી તેઓ રથયાત્રાની સાથે સાથે રહ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા  શહેરમાં શનિવારથી જ પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 23 હજાર જેટલા પોલીસકર્મીઓ શહેરમાં બંદોબસ્તમાં ખડા થઈ ગયા હતા. સતત મોનિટરિંગથી ગુજરાત ભાજપ સરકારે રથયાત્રા માટે તૈયાર કરેલી SOPનું સહેજ પણ ઉલ્લંઘન થવા નથી દીધું. જેના કારણે આજે શહેરમાં ભગવાન જગન્નાથ ભારે પોલીસ-બંદોબસ્ત અને કર્ફ્યૂની વચ્ચે નગરચર્યાએ નીકળ્યા હતા. દર વર્ષે 14 કલાક જેટલો સમય શહેરમાં ફરતી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વખતે માત્ર ચાર કલાકમાં 22 કિલોમીટર ફરીને નિજમંદિર પરત ફરી હતી.

ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં પૂર્ણ થવા અંગે પોલીસતંત્ર અને વહીવટી તંત્રને અભિનંદન પાઠવી તેમની કાર્યપદ્ધતિને બિરદાવી હતી. ભકતો-શ્રદ્ધાળુઓની આસ્થાનો ખ્યાલ રાખીને નિયંત્રિતપણે યોજવામાં આવી હતી એનો ઉલ્લેખ કરતાં નગરજનોનો પણ આ રથયાત્રા સફળતાપૂર્વક પાર પાડવામાં જે સહયોગ મળ્યો છે તેનો પણ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો છે. ભગવાન આશીર્વાદ આપે અને આપણે કોરોનાની મહામારીમાંથી જલદી બહાર આવીએ. ગુજરાત સૌથી પહેલા કોરોનામુક્ત બને એવા પ્રકારના ભગવાન પાસે આશીર્વાદ માગીએ.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની પ્રથમ લહેર સમયે લોકોના જીવનને વધુ મહત્વ આપતા કોર્ટ દ્વારા રથયાત્રા નિકાળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આજે કોરોના સામે લડવા ગુજરાત સરકાર સુસજ્જ હોવાના કારણે કરોડો ભક્તો અતુટ આસ્થા ને મહત્વ આપતા રથયાત્રાના આયોજનને મંજૂરી આપવામાં આવી હતી. અને રથયાત્રા માટે તૈયાર કરવામાં આવેલા પ્લાનનું સચોટ અમલીકરણના કારણે અમદાવાદમાં રથયાત્રા પણ નિકળી અને લોકોની ભીડ પણ ન એકત્રીત થઈ, જેનો સંપૂર્ણ શ્રેય ગુજરાતની જનતા તેમજ સરકારની કામગીરીને જાય છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો