તાજા સમાચારFeatured|ગુજરાતગુજરાત

ગુજરાત પ્રવાસ / અમિત શાહે ગુજરાતને આપી સૌથી મોટી ભેટ, હવે માત્ર ગણતરીના સમયમાં જાણી શકાશે આરોપી તમામ કરતૂતો

Amit Shah. (File Photo: IANS)
993views

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે આજ રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ વહેલી સવારે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. જેમાં સવારે 4:00 કલાકે આરતી દરમિયાન અમિત શાહ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા અને તેમણે ભગવાન જગન્નાથની પૂજા કરી હતી. ત્યારબાદ તેઓએ અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ તથા શિલાન્યાસ કર્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે સન ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નારદીપુર ગામ ખાતે ₹25 કરોડ ના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.

આ પ્રવાસ દરમિયાન અમિત શાહ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાતે અમિત શાહ પહોંચ્યા હતા. અહીં NDPS લેબનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીમાં 3 અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે દરમિયાન તેઓએ કહ્યું કે, નવી નીતિથી ફોરેન્સિક સાયન્સ યુનિ.ને ફાયદો મળશે. દરેક રાજ્યમાં યુનિવર્સિટી પોતાનું સેન્ટર ખોલશે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ. શ્રેષ્ઠ યુનિવર્સિટી છે. સાયબર સિક્યોરિટી ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. નાર્કોટિક્સના સંદર્ભમાં અનેક બદલાવ કર્યા છે. દોઢ વર્ષમાં મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયુ છે તેવું પણ અમિત શાહે જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે ભારત નાર્કો ટેરરનો સામનો કરી રહ્યું છે.

 

આ પ્રસંગે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર નશામુક્ત બને તેના માટે આ સેંટર ઉભુ થયું તે ગોરવની વાત છે. કોઈ પણ ડ્રગ્સનું એનાલિસિસ થાય અને ક્યાંથી આવે છે તે જાણી શકાશે. ડ્રગ્સ માફિયાઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. ભારતના યુવાનો નશામુક્ત થાય તેને લાભ મળશે. ગુજરાતમાં દારુબંધીના કાયદા કડક બનાવ્યા છે. બુટલેગરોને દારુ વેચવો મુશ્કેલ બન્યો છે. ડ્રગ્સના સંદર્ભે પણ અઘોષિત યુધ્ધ જેવું છે. એને પણ નજરઅંદાજ ન કરવું જોઈએ.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો