Featured|દેશદેશ

નવું મંત્રાલય: કેબિનેટના વિસ્તરણ પહેલાં મોદી સરકારે એક નવા મંત્રાલયની કરી જાહેરાત, તમામ દેશવાસીઓને મળશે મોટો લાભ

1.05Kviews

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે થનારા પોતાના કેબિનેટના વિસ્તરણ પહેલાં એક નવા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશન બનાવ્યું છે. મોદી સરકાર આ મંત્રાલયની મદદથી પોતાના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરશે. આ મંત્રાલય દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવા માટે અલગથી પ્રશાસનિક, કાયદાકીય અને નીતિગત માળખું ઉપલબ્ધ કરાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મંત્રાલયને લઈને ટ્વિટ કરી હતી.

રૂપાણીએ ટ્વિટમાં લખ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા નવું સહકારી મંત્રાલય બનાવવાનો નિર્ણય સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની દીશામાં મહત્વપૂર્વ પગલું છે. ગુજરાત સહકારી આંદોલનનું મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યું છે.કેન્દ્ર સરકારનું આ પગલું સહકારી ક્ષેત્રમાં એક મીલનો પત્થર સાબિત થશે.

સહકારી સમિતિઓને જમીની સ્તર સુધી પહોંચાડશે
સરકારના સૂત્રો મુજબ આ ઐતિહાસિક પગલું ભરવાનો ઉદ્દેશ્ય દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવાનો છે. સરકાર આ મંત્રાલયથી સહકારી સમિતિઓને જમીની સ્તર સુધી પહોંચાડવાનું કામ કરશે. સૂત્રોએ જણાવ્યું કે અલગ સહકારિત મંત્રાલયનું ગઠન કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા કરવામાં આવેલી બજેટ જાહેરાતને પૂર્ણ થાય તે અંગે પણ ધ્યાન આપશે.

ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસની પ્રક્રિયાઓને વધુ આસાન બનાવશે
મંત્રાલય સહકારી સમિતિઓ માટે ‘વેપાર સુગમતા’ એટલે કે ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસની પ્રક્રિયાઓને વધુ આસાન બનાવશે. સાથે જ મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ્ઝ (MSCS)ના વિકાસને વધુ સારું બનાવવા માટે કામ કરશે. કેન્દ્ર સરકારે કોમ્યુનિટી આધારિત ડેવલપમેન્ટલ પાર્ટનરશિપમાં વધુ પ્રતિબદ્ધતાના સંકેત આપ્યા છે. સહકારિતા માટે અલગ મંત્રાલયનું ગઠન પણ નાણા મંત્રી દ્વારા કરવામાં આવેલી બજેટ જાહેરાતને પણ પૂર્ણ કરશે.

સર્વાર્થ સિદ્ધયોગમાં મંત્રીમંડળનો શપથ સમારંભ
વડાપ્રધાન મોદી 7 જુલાઈ એટલે કે બુધવારે પોતાની કેબિનેટનું વિસ્તરણ કરશે. લગભગ દરેક મોટું કામ શુભ મુહૂર્ત પર કરનારી મોદી સરકારના નવા મંત્રીઓના શપથ માટે પણ મુહૂર્ત નક્કી કરાયું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંત્રીઓ સાંજે 5:30થી 6:30 વચ્ચે શપથ લેશે. આ દરમિયાન સર્વાર્થ સિદ્ધ યોગ બની રહ્યો છે. જેમાં કરવામાં આવેલું કોઈ પણ કામ સફળ થાય છે.

25થી વધુ દલિત, આદિવાસી, OBC વર્ગના નેતાઓને તક
સરકારના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી પોતાની કેબિનેટ માટે 25થી વધુ દલિત, આદિવાસી, OBC વર્ગના અને પછાત ક્ષેત્રોના ગ્રાઉન્ડ લેવલના નેતાઓની પસંદગી કરી છે. ઘણાં સંશોધન અને વિચાર કર્યા બાદ નવા મંત્રીઓના નામ નક્કી કરાયા છે. મોદી સરકાર માટે આ વિસ્તરણ હાલના સંજોગોમાં ઘણું જ જરૂરી છે. સંસદનું મોનસૂન સત્ર 19 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે, ત્યારે નવા મંત્રીઓને પોતાના મંત્રાલયોમાં યોગ્ય પરિચય મળી રહે તે માટેનો સમય આપવો પણ જરૂરી છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો