તાજા સમાચારFeatured|દેશદેશ

મોદી સરકાર 2.0 માટે કરાઈ ખાતાની ફાળવણી, અમિત શાહ અને ગુજરાતના આ નેતાને સોપાઈ આ ખાસ જવાબદારી

740views

કેબિનેટ વિસ્તરણ બાદ મોદી સરકારમાં ખાતાની ફાળવણીની જાહેરાત કરવામાં આવી રહી છે. મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય, કેમિકલ બાબતોની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.

મોદી કેબિનેટનું સૌથી મોટું વિસ્તરણ થયું છે.બુધવારે સાંજે 6 વાગે સર્વાર્થ સિદ્ધિ યોગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના 43 મંત્રીઓએ શપથ લીધા હતા. દોઢ કલાક ચાલેલા શપથ ગ્રહણ સમારંભમાં 36 નવા મંત્રીઓએ શપથ લીધા હતા. નવા મંત્રીઓમાં સૌથી વધારે 7 મંત્રી ઉત્તર પ્રદેશ અને 3 મંત્રી ગુજરાતમાંથી છે. બન્ને રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વર્તમાન મંત્રીઓ પૈકી 7 મંત્રીઓને પ્રમોટ કરવામાં આવ્યા છે.

PM મોદીએ આ નેતાઓને પ્રમોટ કર્યાં

અનુરાગ ઠાકુર, જીકે રેડ્ડી, મનસુખ માંડવિયા, કિરણ રિજ્જુ, આરકે સિંહ, હરદીપ સિંહ પુરી અને પુરષોત્તમ રુપાલાનો સમાવેશ થાય છે. આ તમામ 7 રાજ્યમાં મંત્રી હતા, તેમને કેબિનેટનો દરજ્જો આપવામાં આવ્યો છે.

આ બન્યા કેબિનેટ મંત્રી
1. નારાયણ રાણે
2. સર્વાનંદ સોનોવાલ
3. વીરેન્દ્ર કુમાર
4. જ્યોતિરાદિત્ય સિંધિયા
5. આરસીપી સિંહ
6. અશ્વિની વૈષ્ણવ
7. પશુપતિ કુમાર પારસ
8. કિરણ રિજ્જૂ
9. રાજકુમાર સિંહ

10. હરદીપ સિંહ પુરી

11. મનસુખ માંડવિયા

12. ભુપેન્દ્ર યાદવ

13. પુરષોતમ રુપાલા

14. જી કિશન રેડ્ડી

15. અનુરાગ ઠાકુર

આ બન્યા રાજ્ય મંત્રી

1. પંકજ ચૌધરી

2. અનુપ્રિયા પટેલ

3. સત્યપાલ સિંહ બધેલ

4. રાજીવ ચંદ્રશેખર

5. શોભા કરંદાજે

6. ભાનુ પ્રતાપ સિંહ વર્મા

7. દર્શના વિક્રમ જરદોશ

8. મિનાક્ષી લેખી

9. અન્નપૂર્ણા દેવી

10. એ. નારાયણ સામી

11. કૌશલ કિશોર

12. અજય ભટ્ટ

13. બી.એલ વર્મા

14. અજય કુમાર

15. દેવુ સિંહ ચૌહાણ

16. ભગવંત ખૂબા

17. કપિલ મોરેશ્વર પાટિલ

18. પ્રતિમા ભૌમિક

19. ડૉ. સુભાષ સરકાર

20. ભગવત કિશનરાવ કડાર

21. ડૉ. રાજકુમાર રંજન સિંહ

22. ડૉ. ભારતી પ્રવીણ પવાર

23. બિશ્વેશર ટુડૂ

24. શાંતનૂ ઠાકુર

25. ડૉ. મુંજપારા મહેન્દ્રભાઈ

26. ડો. એલ. મુરુગન

27. જોન બાર્લા

28. નીશિથ પ્રમાણિક

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો