તાજા સમાચારFeatured|દેશદેશ

મોદી કેબિનેટનું 43 મંત્રીઓનું આવી ગયું ફાઇનલ લિસ્ટ, ગુજરાતના કુલ 5 મંત્રીઓને મળ્યું સ્થાન, કુલ 43 મંત્રીઓના નામ કરાયા જાહેર

2.93Kviews
  • મોદી કેબિનેટના 43 મંત્રીઓનું સામે લીસ્ટ સામે આવ્યું
  • કેન્દ્રીય કેબિનેટ વિસ્તરણમાં 43 નેતા કેન્દ્રીય મંત્રી પદના શપથ લેશે
  • રમેશ પોખરિયાલ નિશંક અને શ્રમ મંત્રી સંતોષ ગંગવારે રાજીનામું આપ્યું
  • દેવાશ્રી ચોધરીને પણ મંત્રી મંડળમાંથી હટાવાશે
  • ઓબીસી ઉપરાંત એસસી અને એસટીને પણ કેબિનેટમાં સ્થાન અપાશે. 

મોદી સરકાર 2.Oમાં કેબિનેટનું વિસ્તરણ થતાની સાથે ગુજરાતના સાંસદોને પણ સ્થાન અપાયું છે. ગુજરાતના નવા 3 સાસંદોને કેબિનેટમાં મંત્રી તરીકેની ફરજ અપાશે. નવા 3 સાંસદોને કેબિનેટમાં સ્થાન મળતાની સાથે ગુજરાતમાંથી કુલ 7 સાંસદોનો કેબિનેટમાં સમાવેશ થશે. અગાઉ પરસોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા કેન્દ્રમાં મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગુજરાતમાંથી હવે સાંસદ અને મંત્રી તરીકે નામ જોવામાં આવે તો, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી અને ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ એસ.જયશંકર, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ, મહેન્દ્ર મુંજપરાનો પાછળથી સમાવેશ કરાયો છે. આ મંત્રીઓનું લિસ્ટ નીચે મુજબ છે. એએનઆઇ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ગુજરાતમાંથી કોણ-કોણ

સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેંદ્ર મુંજપરા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, સુરતના સાંસદ દર્શના જરદોશને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને પ્રમોશન આપવામાં આવ્યું છે.

 

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો