તાજા સમાચારFeatured|દેશદેશ

રાહત પેકજ જાહેર કર્યા બાદ મોદી સરકારે તાત્કાલિક ધોરણે લીધો મોટો નિર્ણય, હવે એક ઝાટકે અઢી કરોડથી વધુ લોકોને મળશે આ મોટો લાભ

823views

કોરોના મહામારીએ વિશ્વના અનેક વિકસિત દેશોની અર્થવ્યવસ્થા પર માઠી અસર કરી છે ત્યારે આ મહામારી સામે લોકોને પૂરતા પ્રમાણમાં રાહત મળી તે માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા અનેક પ્રકારના રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં થોડા જ દિવસો પહેલા નાણામંત્રી નિર્મલા સીતારામને 6.28 લાખ કરોડનું આર્થિક રાહત પેકેજ જાહેર કર્યું હતું. ત્યારે આ પેકેજ જાહેર થયા બાદ આજ રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહત્વની જાહેરાત કરી છે.

કોરોના મહામારીને કારણે દેશના છૂટક અને જથ્થાબંધ વ્યાપારીઓને થતાં નુકસાનમાંથી બહાર નિકળવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર હવે દેશના છૂટક અને જથ્થાબંધ વ્યાપારીઓને પણ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ વેપારને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. એમએસએમઈ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, કોવિડ-19ની બીજી લહેરને કારણે આવેલા નુકસાનથી છૂટક અને જથ્થાબંધ વેપારીઓ પર પડેલી અસરને ધ્યાનમાં રાખીને હવે તેમને MSMEના દાયરામાં લાવવાનો નિર્ણય કર્યો છે.

2.5 કરોડથી વધુ વ્યાપારીઓને લાભ મળશે
નીતિન ગડકરીએ કહ્યું કે પ્રાયોરિટી સેક્ટર લેડિંગ અંતર્ગત આ સેક્ટરને લાવીને આર્થિક સહાયતા પહોંચાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. હવે છૂટક અને જથ્થાબંધ વ્યાપારી પણ રજીસ્ટ્રેશન કરી શકશે. જેનાથી તેમને આરબીઆઈના દિશા-નિર્દેશો હેઠળ બેંકોમાંથી પ્રાથમિક ક્ષેત્રમાંથી સસ્તી લોન મળવાનું સુનિશ્ચિત થશે. નાના, લઘુ મંત્રાલયે છૂટક અને જથ્થાબંધ વ્યાપારીઓને એમએસએમઈમાં સામેલ કરવા માટે સૂચના જાહેર કરી દીધી છે. સરકારના આ નિર્ણયથી 2.5 કરોડથી વધુ વ્યાપારીઓને તેનો લાભ મળશે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો