તાજા સમાચારFeatured|ગુજરાતગુજરાત

ભગવાનની કથાઓને ફાલતુ ગણાવવું આ AAP નેતાને પડ્યું ભારે, સોમનાથ દર્શનાર્થે ગયેલા AAP ના નેતાઓએ ઊભી પૂછડીએ નાસવું પડ્યું, જુઓ આ Video

3.08Kviews

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગણતરીની બેઠકો જીત્યાના દમ પર હવે ગુજરાત પર પોતાની સત્તા જમાવવાના મૃગ સ્વપ્ન જોઈ રહેલ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ એલ-ફેલ નિવેદનો આપી હિન્દુઓ સમાજની લાગણી દુભાડી રહ્યા છે. પરિણામે રાજ્યભરમાં ઠેર ઠરે આમ આદમી પાર્ટીનો પ્રચંડ વિરોધી જોવા મળી રહ્યો છે. ત્યારે ભગવાનની કથાને ફાલતુ ગણાવનાર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા જનસંવેદનના યાત્રા યોજી પોતે ઓકેલા ઝેર ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ લોકોમાં ભભૂકી ઉઠેલા આકરા વિરોધ સામે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને ઊભી પૂછડીએ નાસવું પડ્યું છે.

સમગ્ર બનાવની વાત કરીએ તો, મહત્વનું છે કે સુરતમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ બ્રાહ્મણો અને હિન્દુ પરંપરાઓનું અપમાન કરી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે જનસંવેદનના યાત્રા યોજી ભીનું સંકેલવા નિકળેલા ગોપાલ ઈટાલિયાને જનતાની સાંત્વના કે સમર્થન નહીં પરંતુ આકરા વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ગોપાલ ઇટાલિયાને સંસ્કૃતિનું ભાન થયું તે સારી બાબત

ગોપાલ ઈટાલિયાનો વિવાદિત નિવેદનવાળો વીડિયો વાયરલ થયા બાદ હવે બ્રહ્મ સમાજ અને હિન્દુ સમાજના સંગઠનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે ગીર સોમનાથમાં AAPની જનસંવેદનના યાત્રા પૂર્વે વિરોધ કરાયો હતો ગોપાલ ઈટાલિયા સોમનાથ મંદિરની બહાર દર્શન કરી નિકળી રહ્યા હતા ત્યારે તેમનો વિરોધ કરાતા તેઓ કારમાં બેસી રવાના થઈ ગયા હતા.

 

હિન્દુઓ વિશે ઓક્યું હતું આવું ઝેર

આમ આદમી પાર્ટીનો (આપ) ગુજરાત નેતા ગોપાલ ઇટાલિયાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે બ્રાહ્મણો અને હિન્દુ પરંપરાઓનું અપમાન કરી રહ્યા છે. આ વાયરલ થયેલા વીડિયોમાં આપ નેતા કહી રહ્યા છે કે, “મારે જે કહેવું છે તે તમને ના ગમે તો મને બ્લોક કરો કારણ કે મને તમારી જરૂર નથી. સત્યનારાયણ કથા અને ભાગવત કથા જેવી અવૈજ્ઞાનિક અને વ્યર્થ વસ્તુઓ પર લોકો પૈસા અને સમયનો વ્યય કરે છે. આ કર્યા પછી પણ લોકો જાણતા નથી કે આ કરીને તેમને શું મળ્યું. તેઓ અન્યનો સમય પણ બગાડે છે. આવી નકામી ચીજો ઉપર જો આપણે પૈસા પણ ખર્ચ કરીએ તો આપણને મનુષ્યની જેમ જીવવાનો પણ અધિકાર નથી.

 

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો