તાજા સમાચારFeatured|દેશઆંતરરાષ્ટ્રીયદેશ

વિશ્વભરમાં ફરી એકવાર ભારતનો વાગ્યો ડંકો, આ મામલે ભારતે વિશ્વના વિકસિત દેશોને આપી દીધી મ્હાત,જાણો ભારતની આ ઉપલબ્ધી વિશે

501views

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં છેલ્લા 6 વર્ષોમાં ભારતે અનેક સિદ્ધિઓ હાંસલી કરી છે તેમાં શંકાને સ્થાન નથી. માત્ર એટલું જ નહીં પરંતુ, આ 6 વર્ષો દરમિયાન આંતરરાષ્ટ્રીય બેઠકોમાં ભારતનો દબદબો પણ ઘણો વધ્યો છે, જેના કારણે અનેકવાર વિશ્વભરમાં ભારતનો ડંકો વાગ્યો છે. ત્યારે કોરોના સામે ભારતમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં પણ ભારતે વિશ્વના વિકસિત દેશોથી લઈને તમામ દેશોને મ્હાત આપીને રસી આપવામાં નંબર 1 દેશ બન્યો છે.

વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, ભારતે 28 જૂન સવારે 7 વાગ્યા સુધીમાં 32 કરોડથી વધુ રસીના ડોઝ આપીને વિશ્વભરમાં નંબર વન દેશ બન્યો છે.  ત્યારે ગ્લોબલ વેક્સીન ટ્રેકરના અહેવાલ મુજબ, રસીકરણની ગતિ બ્રિટન, અમેરિકા, ઇટાલી, જર્મની, ફ્રાંસ કરતા ભારતમાં ખૂબ ઝડપી છે. રસપ્રદ વાત એ છે કે, ભારતમાં રસીકરણ 16 જાન્યુઆરીના રોજ, અમેરિકામાં 14 ડિસેમ્બરના રોજ, ઈટલી, જર્મની અને ફ્રાન્સમાં 27 ડીસેમ્બરના રોજ શરૂ કરવામાં આવ્યું હતું.

અત્યાર રસીકરણની સ્થિતિ?

દેશ રસીકરણની શરૂઆત કુલ રસીકરણ
ભારત 16 જાન્યુઆરી 32,36,63,297
યુએસ 14 ડિસેમ્બર 32,33,27,328
યુકે 08 ડિસેમ્બર 7,67,74,990
જર્મની 27 ડિસેમ્બર 7,14,37,514
ફ્રાન્સ 27 ડિસેમ્બર 5,24,57,288
ઈટલી 27 ડિસેમ્બર 4,96,50,721

 

ઉલ્લેખનીય છે કે, ભારતમાં ઓનલાઇન અને ઓનસાઇટ રજિસ્ટ્રેશનની સિસ્ટમ છે. રસીકરણ કરાવતા નાગરિકો કો-વિન પોર્ટલ, આરોગ્ય સેતુ અને ઉમંગ એપ દ્વારા રસી મેળવી શકે છે. આ સાથે રસીકરણ કેન્દ્રમાં નોંધણી પણ શરૂ થઈ ગઈ છે. દેશમાં ત્રીજા તબક્કાના રસીકરણ માટે કોવિન પ્લેટફોર્મ પર નોંધણી 28 એપ્રિલથી શરૂ થઈ હતી.

આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં લોકોને કોવિડ રસીઓ અને તેનાથી સંબંધિત અફવાઓ અંગેના લોકોના મનમાંથી થતી ખચકાટ દૂર કરવા સલાહ આપી હતી. સલાહ આપતા મોદીએ રવિવારે દેશવાસીઓને ચેતવણી આપી કે આ વૈશ્વિક બિમારી સમાપ્ત થઈ ગઈ છે તે સમજવાની ભૂલ ન કરો. આ વાયરસ તેના સ્વરૂપમાં પરિવર્તન લાવે છે, તેથી તેને રોકવાનો એકમાત્ર રસ્તો એ છે કે તે કોરોના વાયરસથી સંબંધિત તમામ પ્રોટોકોલોનું પાલન કરે અને રસી લઈએ.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો