તાજા સમાચારFeatured|દેશદેશ

મોદી સરકારે આ મામલે તોડી નાંખ્યો પોતાનો જ રેકોર્ડ, 7 દિવસમાં કરેલી આ દમદાર કામગીરી જાણી તમે પણ કરશો સરકારની પ્રશંસા

1.04Kviews

વૈજ્ઞાનિકો દ્વારા પણ પૂરવાર થઈ ચૂક્યું છે કે, કોરોના સામે પૂરતુ રક્ષણ મેળવવા માટે રસી ખુબ જ જરૂરી છે. ત્યારે મોદી સરકાર દ્વારા ભારતમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા રસીકરણને વધુ વેગ આપવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મોદી સરકારે એક દમદાર નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસથી રસીકરણ મહાઅભિયાન હેઠળ સમગ્ર દેશમાં વિનામલ્યે રસીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે ખુદ મોદ સરકારે રસી આપવા બાબતે પોતાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

ભારતમાં આ અઠવાડિયામાં અત્યાર સુધીમાં લગભગ 4 કરોડ લોકોને રસી (કોવિડ -19 રસી) આપવામાં આવી છે. સરકારના કોવિન પોર્ટલ પર તાજેતરમાં અપાયેલા આંકડા મુજબ, રસીકરણ બાબતે એપ્રિલનો રેકોર્ડ તોડીને દેશે નવી સિધ્ધિ હાંસલ કરી છે. 21 જૂનથી નવી માર્ગદર્શિકાથી શરૂ થયેલ રસીકરણની નોંધપાત્ર અસર થઈ રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જુલાઈથી રસી કાર્યક્રમની ગતિ ઝડપી થઈ શકે છે. તે જ સમયે, અધિકારીઓએ માહિતી આપી છે કે સરકાર જુલાઈમાં 20 કરોડ અને ઓગસ્ટમાં 30 કરોડ ડોઝ આપવાની તૈયારી કરી રહી છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ અંગે ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત તેમણે ખાતરી આપી છે કે, આ વર્ષે ડિસેમ્બર સુધીમાં દેશની 94 કરોડની પુખ્ત વસ્તીને બંને રસી મળશે. તેમણે કહ્યું, ‘જૂનમાં એક અઠવાડિયામાં આશરે 4 કરોડ રસીની સિધ્ધિ દરરોજ આપવામાં આવતી રસીઓમાં સતત વધારો દર્શાવે છે. સરકાર જુલાઈ મહિનામાં 20 કરોડ લોકોને અને ઓગસ્ટ મહિનામાં 30 કરોડ લોકોને રસી આપવાની તૈયારી કરી રહી છે.

આ સાથે તેમણે જણાવ્યુ કે, આ અઠવાડિયે આપવામાં આવેલા 9.9 કરોડ ડોઝમાંથી, આશરે 70 ટકા ડોઝ 18-24 વર્ષની વય જૂથમાં આપવામાં આવ્યા છે. તેમાંથી 89 ટકા રસી લોકોને પ્રથમ ડોઝ તરીકે આપવામાં આવી છે. સરકાર બીજા ડોઝની સાથે 45 વર્ષથી ઉપરના વય જૂથને રસીકરણ પર ભાર આપી રહી છે. પરંતુ આ સમય દરમિયાન સૌથી વધુ માંગ 18-44 વર્ષની વય જૂથ પહેલા પ્રથમ ડોઝ માટે આવી રહી છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો