તાજા સમાચારFeatured|દેશદેશ

કોંગ્રેસને વધુ એક ઝટકો, ચૂંટણી પંચે આ સિનિયર કોંગી નેતા પર તાત્કાલિક મૂકી દીધો 3 વર્ષનો પ્રતિબંધ, 2019 ની ચૂંટણીમા કરી આવી ગોલમાલ

1.26Kviews

દેશમાં અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીઓમાં જીત મેળવવા માટે કોંગ્રેસે સામ..દામ..દંડ..ભેદ તેમજ અફવાઓનો આસરો ન લીધો હોય તેવું બન્યું નથી. ત્યારે હંમેશા લોકોને ઘમકાવી અને ભ્રમિત કરી સત્તામાં રહેનાર કોંગ્રેસ સામે ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. જેમાં વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણી દરમિયાન તેલંગાણાની મહાબુબાબાદ બેઠક પરથી ચૂંટણી લડનાર પૂર્વ કોંગી નેતા બલરામ નાઇક પર ચૂંટણી પંચે 3 વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે.

ચૂંટણી પંચે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય પ્રધાન બલરામ નાઇક પોરિકાને ત્રણ વર્ષથી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આયોગનું કહેવું છે કે, 2019 ની લોકસભાની ચૂંટણી દરમિયાન નાયકે ચૂંટણી ખર્ચની વિગતો આપી ન હતી. ત્યારે 2019 ની લોકસભાની ચૂંટણીમાં તે તેલંગાણાની મહાબુબાબાદ (અનામત) બેઠક પરથી હાર્યો હતો. 10 જૂને ચૂંટણી પંચે એક આદેશ જારી કરીને કહ્યું કે નાઇકે ખર્ચ અંગે કોઈ દસ્તાવેજો રજૂ કર્યા નથી. જ્યારે આયોગે તેમને આ સંદર્ભે કારણદર્શક નોટિસ પણ મોકલી હતી.

ચૂંટણી પંચના આદેશ અનુસાર, નાઈક ત્રણ વર્ષ માટે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. આદેશમાં જણાવ્યું છે કે, ‘તથ્યો અને ઉપલબ્ધ રેકોર્ડના આધારે, આયોગ સંતુષ્ટ છે કે બલરામ નાઈક પોરિકા ચૂંટણી ખર્ચ અંગેના તેમના હિસાબો રેકોર્ડ કરવામાં નિષ્ફળ ગયા છે.’

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો