તાજા સમાચારFeatured|ગુજરાતદેશ

2022 વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસનો અશુભ આરંભ, આ જિલ્લામાં સામે આવ્યું સૌથી મોટું ભંગાણ

1.57Kviews

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની હજુ તો ઘણી વાર છે ત્યારે આ પહેલા એક તરફ ગુજારત ભાજપમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, જ્યારે બીજી તરફ હંમેશાની જેમ આ વખતે પણ ચૂંટણી પહેલા રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે આ વખતે વડોદરમાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. જેમાં પક્ષથી નારાજ કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે.

સામાન્ય રીતે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં હંમેશા ડખાઓ સામે આવતા હોય છે. અને એટલું જ નહીં પરંતુ કોંગ્રેસના આ આતંરિક પ્રશ્નોના કારણે અનેક કાર્યકરો અને નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી લેતા હોય છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જ હંમેશાની જેમાં અશુભ શરૂઆત થઈ ચૂકી છે જેમાં વડોદરમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું હોવોના સમાચાર સામે આવી રહ્યા છે. તેમજ પક્ષમાં રહેલા કકળાટના કારણે 150 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ભગવો ધારણ કર્યો છે.

એક તરફ મરણ પથારીએ પડેલી ગુજરાત કોંગ્રેસના કાંગરા ખરી રહ્યાં છે, પરિણામે વર્ષોથી પક્ષના વફાદાર કાર્યકરો, અગ્રણીઓ તથા નેતાઓ કોંગ્રેસમાં રહેલા અનેક પ્રકારના કકળાટના કારણે પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પોતોના આંતરિક પ્રશ્નોનું નિરાકણ લાવવાની જગ્યાએ ભાજપ પર પાયા વિહોણા આરોપો અને લોકોને ગેરમાર્ગે દોરવાના અનેક પેતરાઓ અપનાવી રહી છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો