તાજા સમાચારFeatured|દેશદેશ

અસલી હિરો છે ખેલાડી અક્ષય કુમાર.. ભારત-પાકિસ્તાન બોર્ડર પર સૈનિકોને મળ્યા અને આપ્યુ 1 કરોડનું દાન….

311views

એક બાજુ બોલીવુડના બાકીના હિરો છે જે પાર્ટી કરવામાં અને પોતાના રીલ્સ વિડીયો બનાવવામાં વ્યસ્ત છે ત્યાં બીજી બાજુ હિરો અક્ષય કુમાર છે જે એલઓસી પર પહોંચી ગયા છે અને સૈનિકો સાથે સમય વીતાવી રહ્યા છે.

 

બોલિવૂડના જાણીતા અભિનેતા અક્ષય કુમાર કાશ્મીર પહોંચી ગયા છે. અક્ષય કુમાર ગુરુવારે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાની ગુરેઝ ખીણમાં નિયંત્રણ રેખા નજીક તુલૈલ ગામમાં પહોંચ્યા. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો સાથે, બીએસએફના અધિકારીઓ અને જવાનો પણ હાજર હતા અભિનેતા આજે બપોરે 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર દ્વારા નીરુ ગામ પહોંચ્યા. તે નીરુ ગામ ખાતે આર્મી અને બીએસએફ જવાનો સાથે વાતચીત કરી.

અક્ષય કુમારે નીરુ ગામમાં શાળાના મકાન બનાવવા માટે એક કરોડ રૂપિયા આપ્યા છે. તેમણે નીરુ ગામ ખાતે આર્મી અને બીએસએફના જવાનો સાથે વાતચીત કરી. તેમજ ત્યાં સ્થિત બીએસએફ યુનિટ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સ્થાનિક લોકો સાથે ડાન્સ પણ કર્યો.

 

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો