તાજા સમાચારFeatured|ગુજરાતગુજરાત

કોંગ્રેસને આંખમાં કણાની જેમ ખૂંચી રહેલો આ નવો કાયદો આજથી ગુજરાતમાં લાગુ થયો, જાણો કાયદાની તમામ જોગવાઈ

1.08Kviews

રાજ્યમાં તમામ નાગરિકોને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા એક બાદ એક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ સુરક્ષાલક્ષી કામગીરી પર અફવાઓ ફેલાવી રાજકીય લાભ ઉઠાવવા માટે અનેક પ્રકારના અવરોધો ઉભા કરવામાં આવી રહ્યા છે. તેમ છતાંય મજબૂત મનોબળ સાથે રાજ્યની ગુજરાત સરકાર નિર્ણયો લઈ રહી છે. જેના પરિણામે ગુજરાતમાં આજથી લવ જેહાદનો કાયદો લાગુ થવા જઇ રહ્યો છે. જેના કારણે હવે લાલચ કે જબરદસ્તીથી હિંસા કે ધર્મ પરિવર્તન હવે શક્ય નથી.

કાયદો અટકાવવા કોંગી નેતાની નિમ્નકક્ષાની વૃત્તિ

છેલ્લા કેટલાય સમયથી ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવજેહાદનો કાયદો ઘડવાની માંગ ઊઠી રહી  હતી ત્યારે થોડા સમય પહેલા વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા વર્ષ 2003 ના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમાં સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હંમેશાની જેમ આ વખતે પણ કોંગ્રેસના કેટલાક નેતાઓએ આ મુદ્દા પર રાજકીય રોટલા શેકવાના પ્રયાસો કર્યા હતા માત્ર એટલું જ નહીં પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ તો મહિલાઓને સુરક્ષા આપનાર આ બિલ ફાડી નાખ્યું હતું.

વધુ એક કોંગી નેતાનો બફાટ

થોડા સમય પહેલા લવજેહાદ મામલે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં ધારાસભ્ય જે બોલી રહ્યાં હતા તેના કારણે વિવાદ થયો છે. અને તેમનો પોતાનો આહીર સમાજ પણ નારાજ થયો હતો. વિક્રમભાઈ જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે ભાણવડના ઢેબર ગામે ગયા હતા અને ત્યાં મુસ્લિમ સમાજના લોકો વચ્ચે કોઈએ લવજેહાદ વિશે પ્રશ્ન પૂછ્યો. વિક્રમ માડમે કહ્યું કે, મારા સમાજની એટલે કે આહીર સમાજની એક દીકરીએ મુસ્લિમ સાથે લગ્ન કર્યા છે. તો એમે ખોટું કાઈ નથી.

લવ જેહાદ કાયદાની જોગવાઇ

  • માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન કે, લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલ લગ્ન ફેમીલી કોર્ટ કે ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે.
  • કોઇપણ વ્યક્તિ સીધી રીતે અથવા અન્યથા કોઇપણ વ્યક્તિની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુક્ત સાધનો દ્વારા અથવા લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકશે નહી.
  • આ અંગે સાબિત કરવાનો ભાર ( Burden of Proof ) આરોપી, ધર્મ પરિવર્તન કરાવનાર તથા સહાયક પર રહેશે.
  •  ગુનો કરનાર, ગુનો કરાવનાર, ગુનામા મદદ કરનાર, ગુનામાં સલાહ આપનાર તમામને સમાન પ્રકારે દોષિત ગણાશે.
  •  આ જોગવાઇનું ઉલ્લંઘન કરનારને 3 વર્ષથી ઓછી નહિ અને 5 વર્ષ સુધીની કેદ અને રૂ.2 લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે.
  •  સગીર, સ્ત્રી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વ્યક્તિના સંબંધમાં સજાની જોગવાઇ 4 થી 7 વર્ષ સુધીની કેદ અને રૂ.3 લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે.
  • કોઇ નારાજ થયેલી વ્યક્તિ, તેના માતાપિતા, ભાઇ, બહેન અથવા લોહીની સગાઇથી, લગ્નથી અથવા દત્તક સ્વરૂપે હોય તેવી બીજી કોઇ વ્યક્તિ દ્વારા આવા ધર્મ પરિવર્તન તથા લગ્ન સામે FIR દાખલ કરાવી શકાશે.

 

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો