તાજા સમાચારFeatured|દેશદેશ

કોંગ્રેસ બની કળાટનું ઘર\ 2 રાજ્યોનું જૂથબંધીનું કોકડું ઉકેલે તે પહેલા વધુ એક રાજ્યમાં થયો ભડકો, પક્ષના વધી ખેંચતાણ

458views

કોંગ્રેસમાં કકળાટના કિસ્સા સામે આવે તે આજે સામાન્ય બની ચૂક્યા છે.  કારણ કે, વર્તમાન સમયમાં દેશના કોઈપણ રાજ્યમાં ચૂંટણી ન હોવા છતાંય પણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કકળાટ અને જૂથવાદ સામે આવી રહ્યો છે.  જેમાં રાજસ્થાન અને પંજાબ બાદ હવે કેરળમાં કોંગ્રેસ હાઈ કમાન્ડ માટે માથાનો દુ:ખાવો બન્યું છે.  જેમાં કેરળમાં કોંગ્રેસ પક્ષમાં અસંતોષ સામે આવી રહ્યો છે. આ મામલાના નિષ્ણાતો કહે છે કે કેરળ કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓનો એક વિભાગની હાઈકમાન્ડ તરફથી અવગણના અને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે.

કેરળ કોંગ્રેસમાં કકળાટ

દક્ષિણ રાજ્યમાં કોંગ્રેસમાં આ અસંતોષ ત્યારે સામે આવ્યો છે, જેમાં પાર્ટીએ કેરળ યૂનિટના વડા એમ રામચંદ્રન અને વિપક્ષી નેતા રમેશ ચેન્નીથલાના નેતૃત્વમાં કોંગ્રેસને સાંપડેલી નિષ્ફળતાના કારણે તેઓને પદ પરથી  દૂર કરવામાં આવ્યા છે.  જેના કારણે પક્ષમાં મોટા પાયે કકળાટ સામે આવી રહ્યો છે.

રાજસ્થાનમાં વિવાદ 

સચિન પાયલોટને જુલાઈ 2020 માં રાજ્યના નાયબ મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા ત્યારથી લઈને આજદીન સુધી બન્ને પક્ષો વચ્ચે ખેંચતાણ સતત વધી રહી છે. અને બન્ને જૂથો વચ્ચેના પશ્નોનો નિકાલ લાવવામાં કોંગ્રેસનું હાઈકમાન્ડ સદંતર નિષ્ફળ ગયું છે જેના કારણે રાજસ્થાનમાં પક્ષની આંતરિક ખેંચતાણ વચ્ચે  જનતાની હાલત સુડી વચ્ચે સોપારી જેવી બની છે.

પંજાબમાં પક્ષમાં ભડકા

આ સાથે બીજી તરફ પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુએ મુખ્યમંત્રી અમરિંદર સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે, ત્યારબાદ રાજ્યના તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા હતા અને તેમની સાથે વાત કરી હતી. જેમાં ખુદ સીએમ અને સિદ્ધુને બોલાવવામાં આવ્યા હતા. તેમજ ત્રણ સભ્યોની કમિટીએ તમામ કેબિનેટ મંત્રીઓનો અભિપ્રાય પણ લીધો હતો. 2022 માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ડેમેજ કંટ્રોલ કરવા માટે સીએમ અમરિન્દર પણ પ્રયાસો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હાલ કોંગ્રેસી હાઈ કમાન્ડ રાજસ્થાન અને પંજાબમાં સામે આવી રહેલા પ્રશ્નોનું તીવ્ર જૂથબંધીનું કોકડું ઉકેલે તે પહેલા કેરળમાં વિવાદના ભડકા સામે આવી રહ્યા છે.  તેમ છતાંય પક્ષમાં ‘સબ સલામત’ હોવાના બણગાં ફૂંકતી કોંગ્રેસની ખૂલી પોલ ખુલ્લી પડી ગઈ છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો