તાજા સમાચારFeatured|દેશદેશ

નેતાની રાક્ષસી મનોવૃત્તિ \ભગવાન શ્રી રામના પવિત્ર મંદિર નિર્માણમાં હાડકા નાખવા આ નેતાએ રચ્યું મોટું ષડયંત્ર, ઉજાગર થઈ મોટી પોલ

856views

એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતની પ્રાજાને ખોટા સ્વપ્ન દેખાડી પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ બીજી તરફ આ જ પાર્ટીના કેટલાક નેતાઓની દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણી સામે આવી રહી છે. માત્ર એટલું જ નહીં પરંતુ હવે તો પોતાના રાજકીય સ્વાર્થ અને લાભ માટે આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ અયોધ્યમાં નિર્મણ પામનાર ભાગવાન શ્રી રામના મંદિર નિર્માણમાં હાડકા નાખી કોરોડ હિન્દુઓની લાગણી સાથે ખીલવાડ કરી રહ્યા છે.

આપ નેતા સંજયસિંહના પાયા વિહોણા આરોપો

સમગ્ર મામલાની વાત કરીએ તો, આપ નેતા સંજયસિંહે રવિવારે (13 જૂન, 2021) લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, અયોધ્યામાં ગાતા નંબર 243, 244, 246 જમીન, જેની કિંમત 5 કરોડ 80 લાખ રૂપિયા છે, તેને પહેલા 2 કરોડમાં ખરીદવામાં આવી હતી, ત્યારબાદ સુલતાન અન્સારીએ આ જમીનની ખરીદીમાં કરોડોની હેરાફેરી કરી હતી.

ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયનો ખુલાસો

જ્યારે બીજી તરફ હવે ખુદ ચંપાત રાયએ આનો જવાબ આપ્યો છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે, તેમણે જણાવ્યું હતું કે, ટ્રસ્ટે નિર્માણ હેઠળ રામ મંદિરની આસપાસ નાના મંદિરો અને ઘરોની જમીન ખરીદી છે. આ ઉપરાંત જેની પાસેથી જમીન લેવામાં આવી છે તેમના પુનર્વસન માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, આ કામ માટે જમીનની ખરીદી પણ ચાલી રહી છે. ખરીદી અને વેચાણનું કામ સંમતિના આધારે કરવામાં આવે છે અને એમઓયુ પર પણ થાય છે. પારદર્શિતા જાળવવા માટે કોર્ટ ફી અને સ્ટેમ્પ ખરીદી પણ ઓનલાઇન કરવામાં આવી રહી છે. વેચાણકર્તાના ખાતામાં પૈસા પણ ઓનલાઇન ચૂકવવામાં આવે છે. ચંપત રાયે જણાવ્યું હતું કે, સંમતિ પત્ર મુજબ કામ કરવામાં આવી રહ્યું છે.

સંજય સિંહના આક્ષેપો શા માટે છે પાયા વિહોણા

આપના નેતાનો આક્ષેપ છે કે, મિનિટોમાં 2 કરોડ રૂપિયાની જમીન 18 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 17 કરોડ રૂપિયા કયા ખાતામાંથી આરટીજીએસ થયા હતા તેની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે. 1.208 હેક્ટર જમીનનો કરાર કરવામાં આવ્યો હતો. પૂર્વ સપા નેતા પવન પાંડેએ આરોપ લગાવ્યો છે કે બાબા હરિદાસે તે જમીન સુલતાન અંસારી અને રવિ મોહન તિવારીને વેચી દીધી હતી અને આ ટ્રસ્ટ દ્વારા તે ખરીદી કરવામાં આવી હતી. મતલબ, એવો આરોપ છે કે ટ્રસ્ટ સાથે રૂ. 2 કરોડની જમીન ખરીદીને 18 કરોડમાં કરાર કરવામાં આવ્યો હતો અને ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા બંનેમાં સાક્ષી છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો