તાજા સમાચારFeatured|દેશદેશ

કોંગી નેતાની લુખ્ખાગીરી \ આ નેતાએ સત્તાનો રોફ જમાવી કોન્સ્ટેબલને લાફો ઝીંકીને કહ્યું કે, બે કોડીના હવલદાર તારી..

307views

આમ તો કોંગ્રેસ સહિષ્ણુતા અને ગાંધીગીરીના ઢોલ વગાડી સુફયાણી વાતો કરી સરકારને બાનમાં લેવા માટે અનેક પેતરાઓ અપનાવતી હોય છે. પરંતુ અવાર-નવાર કોંગ્રેસ પક્ષના જ નેતાઓ સત્ય, અહિંસા, સહિષ્ણુતાના ધજાગરા ઉડાડતા નજરે ચડ્યા છે. તેવામાં ફરી એકવાર સત્તાના મદમાં ચૂર થયેલા કોંગ્રેસી નેતાએ સત્તાના ગુમાનમાં હેડ કોન્સેબલને લાફો મારી દેવાનો આરોપ લાગ્યો છે.

સમગ્ર મામલાની વાત કરીએ તો,હેડ કોન્સ્ટેબલે નાકાબંધી દરમિયાન એક વાહન રોકીને તેની તલાશી લીધી હતી. જે બાદ ડ્રાઇવરે ધારાસભ્યને ફોન કર્યો હતો. ગુસ્સે ભરાયેલા ધારાસભ્ય રમિલા ખાડિયાએ વાહન અટકાવ્યા બાદ ત્યાં પહોંચી કોન્સ્ટેબલને થપ્પડ મારી દીધો હતો. જે બાદ યુવક ગુસ્સે થયો હતો અને મહેન્દ્ર અને અન્ય પોલીસકર્મીઓ સાથે ઘર્ષણ થયું હતું. ડ્રાઈવરે પોલીસકર્મીના શર્ટનો કોલર પકડ્યો અને તેને ધમકાવવા લાગ્યો.

આ મુદ્દે મળતા અહેવાલ મુજબ, ધારાસભ્યએ પોલીસકર્મીને બૂમ પાડી અને કહ્યું, “ બે કોડીના પોલિસવાળા તને કોણે કહ્યું અહિંયા ઉભા રહેવાનું?, માત્ર એટલું જ નહીં પરંતુ આ ઘર્ષણ દરમિયાન, ગુસ્સામાં માનસિક કાબૂ ગુમાવી બેઠેલા ધારાસભ્યએ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રને થપ્પડ મારી દીધો હતો. જે બાદ મહેન્દ્રએ મોડીરાત્રે કુશળગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ નોંધાવી હતી.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો