તાજા સમાચારFeatured|દેશદેશ

કોંગ્રેસે આગામી વિધનસભાની ચૂંટણીમાં બાળકોનો ઉપયોગ કરી સત્તા હાંસલ કરવા રચ્યું મોટું ષડયંત્ર, ચૂંટણી પહેલા જ ઉજાગર થયો સંપૂર્ણ પ્લાન

429views

આગામી દિવસોમાં દેશના અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  ત્યારે વિધાનસભામાં સૌથી વધુ 403 બેઠકો ધરાવનાર ઉત્તર પ્રદેશ દેશના રાજકારણમાં સૌથી આગવું મહત્વ ધરાવે છે. ત્યારે આ બેઠકો પર જીત મેળવવા માટે કોંગ્રેસ દ્વારા ફરી એકવાર જાતિવાદ રાજનીતિ શરૂ કરી દેવામાં આવી છે. માત્ર એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં પ્રદેશમાં યોજાનાર ચૂંટણીમાં  મુસ્લિમ સમાજમાં ઘુસવા માટે કોંગ્રેસ મદરેસાઓમાં ભણતાં બાળકોની મદદ લેવાની રણનીતિ ઘડી રહ્યા હોવાનો ખુલાસો થયો છે.

ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ કેટલી નિમ્નકક્ષાની રાજનીતિ કરી શકે છે તે સૌ કોઈ જાણે છે. કારણ કે વર્ષ 2014 થી લઈને આજદિન સુધી ભારતીય જનતા પાર્ટી પાસેથી સત્તા આંચકી લેવા માટે કોંગ્રેસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવામાં કેવા કેવા પેતરાઓ અપનાવ્યા છે તેનો ખુલાસો અનેકવાર થઈ ચૂક્યો છે. તેવામાં આગામી સમયમાં ઉત્તર પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર મુસ્લિમ મતદારોના મત ખેંચવા માટે કોંગ્રેસ દ્વારા બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. જેમાં તેઓ આ વખતે મુસ્લિમ સમાજમાં ઘુસવા માટે કોંગ્રેસે મદરેસાઓમાં ભણતાં બાળકોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. તે માટે રાજ્યના 2 લાખ મદરેસાઓનું લિસ્ટ પણ તૈયાર કરવું પડ્યું છે.

5 પોઈન્ટ્સમાં બ્લૂ પ્રિન્ટ તૈયાર
1. મુસ્લિમ વોટર્સને પાર્ટી સાથે જોડવા અભિયાન મદરેસા શરૂ કરવામાં આવશે.
2. ગામડાઓથી લઈને શહેરો સુધી સોસાયટીઓમાં ચાલતા 2 લાખ મદરેસાનું લિસ્ટ બનાવાયુ.
3. પાર્ટી કાર્યકર્તાઓ આ મદરેસામાં જઈને ઉલેમાઓ સાથે બેઠક કરશે અને મદરેસાના વિદ્યાર્થીઓને કોંગ્રેસની નીતિ અને ચૂંટણી એજન્ડાઓની માહિતી આપશે.
4. મદરેસાઓના વિદ્યાર્થીઓની મદદથી તેમના ઘર સુધી પહોંચશે.
5. કોરોનાકાળમાં જે મુસ્લિમોને તકલીફો થઈ છે તેમની મદદ કરશે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો