તાજા સમાચારFeatured|ગુજરાતગુજરાત

ત્રીજા વેવનો એક્શન પ્લાન જાહેર કરાયો, CM રૂપાણીએ સત્તાવાર જાહેરાત કરતા કહ્યું કે, સંભવિત લહેરને પહોંચી વળવા માટે…

656views

છેલ્લા 2 વર્ષથી વિશ્વના તમામ દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. તેવામાં કોરોનાની બીજી લહેર સામે વધુમાં વધુ લોકોને સુરક્ષિત રાખવા માટે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી. ત્યારે ગુજરાત સરકારના નિર્ણયો અને ડોકટરોએ કોરોના સંક્રમિત દર્દીઓને આપેલી સારવારના કારણે લાખો લોકોનો જીવ બચાવવામાં સફળતા મોટી મળી હતી. પરંતુ હવે કોરોના વાયરસની સંભવિત ત્રીજી વેવના સામે લોકોને વધુ રક્ષણ મળી રહે તે માટે આજ રોજ ગુજરાત સરકાર દ્વારા એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે,

આ સમગ્ર એક્શન પ્લાનને લઈને, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં રોજના 25,000 કેસ આવે તો તેને પહોંચી વળવા માટે પણ સરકારે તૈયારીઓ કરી લીધી છે. રાજ્યમાં 2,50,000 એક્ટીવ કેસ હોય ત્યાં સુધીની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરી લેવામાં આવી છે. રાજ્ય સરકાર કોરોનાની સંભવિત લહેરને પહોંચી વળવા માટે 1,10,100 ઓક્સિજન બેડ, 30,000 ICU બેડ અને 15,000 વેન્ટિલેટર બેડ તૈયાર રાખાશે. સાથે જ બાળકને ધ્યાને રાખી 4000 પીડિયાટ્રિક પણ બેડ તૈયાર રાખવામાં આવ્યા છે.આ સાથે તેમણે જણાવ્યું કે, બાળકો માટે ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ માટે ડોક્ટર સ્ટાફને ટ્રેનિંગ અપાશે. સાથે જ કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દોઢથી બે ગણા સ્ટાફની જરૂર પડી હતી તે માટે સ્ટાફની ભરતી પણ રાજ્ય કરશે. આ માટે રાજ્ય કક્ષાનું સર્વેલન્સ બનાવીને તમામ જિલ્લામાં વોચ રાખવામાં આવશે.

પત્રકાર પરિષદમાં રજુ કરાયેલ એક્શન પ્લાન

 • STF પ્રેઝન્ટેશન થયું તેમજ તજજ્ઞોની મદદ લેવામાં આવી
 • ત્રીજા વેવ માટે ફીડબેક ઇન્ટેલિજન્સ બનાવમાં આવશે
 • નાના ગામડાઓમાં પણ ધ્યાન આપવામાં આવશે
 • વેન્ટિલેટર,ડોકટર, નર્સ અને અન્ય સ્ટાફની સંખ્યા કઈ રીતે વધારવી તેનું ધ્યાન રાખવામાં આવશે
 • બેડની અવેલીબિટી ની માહિતી સેન્ટ્રલ કરવામાં આવે જેથી દર્દીને મદદ પહોંચી શકે
 • ટેલી મેડિશન માટે વ્યવસ્થા કરવી,હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવી
 • સૌથી વધુ કેસ આવ્યા એનાથી વધુ આવે તો પણ તૈયારી રાખવી, જે માટે 1800 જેટલી હોસ્પિટલનો સમાવેશ થાય છે તે 2400 કરવો
 • ICU 15000 બેડ હતા તેમાં વધારો કરવો
 • પીડિયાટ્રિક વેન્ટિલેટરની સંખ્યા વધારવી
 • પૂર્વ તૈયારી માટે હોસ્પિટલમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ તૈયાર કરવામાં આવશે
 • ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ માટે ડોક્ટર સ્ટાફને ટ્રેનિંગ અપાશે
 • દોઢથી બે ગણા સ્ટાફની બીજા વેવમાં જરૂર પડી હતી તે માટે સ્ટાફની ભરતી કરાશે
 • રાજ્ય કક્ષાનું સર્વેલન્સ બનાવીને તમામ જિલ્લામાં વોચ રાખવામાં આવશે
 • દરેક એમ્બ્યુલન્સ કન્ટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે
 • લોકોને દર્દીઓની ઓનલાઈન માહિતી મળી શકે તેવી વ્યવસ્થા કરાશે
 • હવે બી જે મેડિકલ કોલેજમાં પણ લેબ ઉભી કરવામાં આવી છે
 • દરેક જિલ્લામાં નાના સેન્ટરમાં પણ RTPCR ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
 • દરેક જિલ્લાની હોસ્પિટલમાં CT સ્કેનની વ્યવસ્થા કરાશે
 • ધન્વંતરી અને સંજીવની રથનો વ્યાપ વધારવામાં આવશે
 • મુકરમાઈકસીસ માટે મેડીકલ કોલેજમાં સારવાર કરવમાં આવી
 • મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની મેડિકલ કોલેજમાં સારવાર કરવામાં આવી છે

 

 

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો