તાજા સમાચારગુજરાત

આજરોજ યોજાયેલ કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે અધ્યક્ષ પાટીલે કહ્યું કે, 2022ની ચૂંટણીમાં ભાજપ…

888views

રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આજ રોજ બે દિવસના પ્રવાસ અર્થે ગુજરાત આવી પહોચ્યા છે. જે દરમિયાન તેઓની અધ્યક્ષતામાં આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે કોર કમિટિની બેઠકનું આયોજન થયું હતું. જેમાં અનેક કમિટીના સભ્યો અને પ્રદેશ મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વપૂર્ણ બેઠક બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પત્રકાર પરિષદ સંબોધી બેઠકમાં કરાયેલ ચર્ચા વિશે વાત કરી હતી.

દરમિયાન, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કે, આ બેઠકમાં કોરોનાની બીજી લહેરમાં સરકાર અને પક્ષ દ્વારા કરવામાં આવેલા કાર્યો તેમજ તાઉતે વાવાઝોડાના કારણે થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સહાયને અન્ય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય સાથે સરખામણી પણ કરવામાં આવી હતી. આ સાથે સંગઠનની દ્રષ્ટિએ આગામી ચૂંટણી માટે કયા પ્રકારની તૈયારી કરવી જોઈએ તેની પણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

આ સાથે તેમણે જણાવ્યું કે, આ બેઠકમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી, તેમજ આગામી સમયમાં ત્રીજી લહેરને લઈને સરકાર દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તે અંગેની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે 2022 માં આવનારી ચૂંટણીને લઈને પ્રાથમિક તબક્કાની ચર્ચાઓ આજરોજ યોજાયેલી બેઠકમાં કરવામાં આવી હતી.

આ સાથે અધ્યક્ષ પાટીલે જણાવ્યું કે, આજ રોજની બેઠકમાં ભુપેન્દ્રસિંહજીએ ખૂબ જ સારા માર્ગદર્શનો આપ્યા હતા જે દરેક વ્યક્તિએ સાંભળ્યા હતા, તેમજ તેઓએ દરેકના સજેશન પણ લીધા હતા અને સૂચનો લઈને આગામી દિવસો દરમિયાન વધુ સારું શું કરવું જોઈએ તે અંગેનું માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતું.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો