તાજા સમાચારFeatured|દેશદેશ

કોંગ્રેસમાં આંતરિક કલેહ ચરમસીમાએ / આ રાજ્યના દિગ્ગજ નેતાઓએ એકઠા થઈ CM ને ગાદી પરથી હાંકી કઢાવા સરકાર સામે ચડાવી બાંયો

613views

પક્ષમાં વર્ષોથી ચાલી રહેલા આંતરિક જૂથવાદ અને ટાટીયા ખેચ નીતિએ કોંગ્રેસને મરણ પથારીએ ધકેલી છે. ત્યારે પોતાની આ મોટી નિષ્ફળતા છૂપાવવા માટે કોંગી નેતાઓ અને કાર્યકરો અનેકવાર સબ સલામતના દાવા કરતા હોય છે. પરંતુ હકીકતમાં તો પક્ષમાં રહેલ જૂથવાદ રૂપી ઉધઈએ કોંગ્રેસ સંપૂર્ણપણે ખોખલી બનાવી નાખી છે. માત્ર એટલું જ નહીં પરંતુ હવે તો અનેક કોંગ્રેસ શાસિત પંજાબમાં સરકારના અનેક દિગ્ગજ નેતાઓ એક જૂથ બનાવી પોતાના જ મુખ્યમંત્રી અમરિંદર સિંહને ગાદી પરથી હાંકી કઢાવા માટે અનેક પ્રકારના પેતરાઓ અપનાવી રહ્યા છે.

એક બાદ એક કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પક્ષમાં સામે આવી રહેલા વિવાદોના કારણે હાઈ કમાન્ડ ડેમેજ કન્ટ્રોલ કરવામાં લાગી ગયું છે. પરંતુ પંજાબ અને રાજસ્થાન બાદ અન્ય રાજ્યોમાં વિવાદની જ્વાળા ઠંડી પડવાનું નામ નથી લઈ રહી. ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની પેનલે પંજાબમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અંગે સોનિયા ગાંધીને અહેવાલ આપ્યા છે.

સમગ્ર વિવાદની વાત કરીએ તો, ટ્રિબ્યુન ઇન્ડિયાના એક અહેવાલ મુજબ પંજાબના ઘણા કોંગ્રેસ નેતાઓ પોતાનો વલણ બદલવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. જેમાં વરિષ્ઠ નેતાઓએ કહ્યું છે કે, “મુખ્યમંત્રીએ ચૂંટણી જીત્યા બાદ વચનો પૂરા કર્યા નથી, તેથી અમે નેતાગીરીમાં પરિવર્તન માટે વધુ ધારાસભ્યોને મનાવી રહ્યા છીએ.” અમને આના સિવાય બીજી કશું નથી જોઈતું. પાછલા અઠવાડિયામાં, કોંગ્રેસના ત્રણ સભ્યોની પેનલે 150 નેતાઓ સાથે રાજ્યની ચર્ચા કરી હતી.

કોંગ્રેસની વધી ચિંતા

માત્ર ત્રણ રાજ્યો એવા છે જ્યાં કોંગ્રેસ ગઠબંધન વિના સરકારમાં છે. રાજસ્થાનમાં પણ આંતરિક ઝઘડો ચાલુ છે. આવી સ્થિતિમાં, નિષ્ણાંતોનું કહેવું છે કે, આ વિવાદો આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પંજાબ સરકારે બાકીના મહિનાઓમાં વધુ મહેનત કરવી પડશે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો