તાજા સમાચારFeatured|દેશદેશ

જિતિન પ્રસાદ BJPમાં સામેલ થતાની સાથે કોંગ્રેસમાં સર્જાયો ઉગ્ર ખળભળાટ, આ નેતા સહિત કાર્યકરોએ પાર્ટી વિરૂદ્ધ માંડ્યો મોરચો

304views

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા વર્ષોથી પક્ષમાં ચાલી આવી રહેલો વિવાદ ઉજાગર થઈ રહ્યો છે. જેમાં ઉત્તરપ્રદેશ બાદ હવે રાજસ્થાનમાં પણ વિવાદ વકર્યો છે.  જેમાં જિતિન પ્રસાદના BJPમાં શામેલ થયા બાદ હવે પાયલોટ જૂથના નેતાઓએ મોર્ચો ખોલી દીધો છે. સચિન પાયલટ તો હાલ મૌન છે. પરંતુ તેમની તરફથી તેમના જૂથના ધારાસભ્યોએ મોર્ચો ખોલી દીધો છે. સચિન સમર્થક ધારાસભ્ય વેદ પ્રકાશ સોલંકીએ કહ્યું કે કોંગ્રેસમાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓની વાત સાંભળવામાં નથી આવી રહી.

વાયદાઓ પુરા ન કરવાના લીધે નારાજ સચિન જૂથ 

સચિન પાયલોટને જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે આજ સુધી પુરા કરવામાં નથી આવ્યા. જે કમીટી બનાવવામાં આવી હતી તે કમીટીએ આજ દિન સુધી કોઈ બેઠક પણ નથી કરી અને ન કોઈ સુનાવણી કરી છે. સચિન પાયલોટના પિતા રાજેશ પાયલોટની 11 જૂને જયંતી છે. તેને લઈને દરેકની નજર તેના પર છે કે તે શું કરી શકે છે. ત્યાં જ સચિન પાયલોટે જૂના મિત્રો અને રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસને કહેવું છે કે આ અમારા પરિવારનો મામલો છે. રાજસ્થાનમાં સરકારને કોઈ મુશ્કેલી નથી.

જિતિન પ્રસાદના ભાજયમાં જોડાવ્યા બાદ કોંગ્રેસ એલર્ટ 

જિતિન પ્રસાદના ભાજપમાં જોડાવા બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ એલર્ટ પર આવી ગઈ છે. હાલ રાજસ્થાન કોંગ્રેસમાં હલચલ તેજ જોવા મળી રહી છે. સચિન પાયલોટને સમર્થન કરતા ધારાસભ્યો હાલ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. વિશ્વેન્દ્ર સિંહ, વેદપ્રકાશ સોલંકી, ગુરદીપ સિંહ હાલ સચિન પાયલોટના નિવાસ સ્થાન પર ચર્ચા માટે પહોંચ્યા છે. હાલ કોંગ્રેસમાં હલચલ વચ્ચે મંત્રીમંડળમાં વિસ્તરણની પણ ચર્ચા થઈ રહી છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો