તાજા સમાચારગુજરાત

આ કોંગ્રેસીઓએ તો હદ કરી હો.., આ 3 કોંગી ધારાસભ્યોઓ નેતાગીરોનો રોફ જમાવા સિક્યુરિટી ગાર્ડ સાથે બાખડી પડ્યા, જુઓ વિડીયો

285views

ચૂંટણી હોય કે સામાન્ય દિવસ હોય કોંગ્રેસ પક્ષના કાર્યકરોથી લઈને નેતાઓ પોતાના પદનો દુરુપયોગ કરીને નાગરિકો અને અધિકારીઓ સાથે માથાકૂટ કરતા હોવાના અનેક દ્રશ્યો અને બનાવો સામે આવતા હોય છે. પરંતુ આ વખતે તો કોંગ્રેસીઓએ તમામ હદો વટાવી દીધી છે. કારણ કે, ગાંધીનગરમાં આવેલ સ્વર્ણિમ સંકૂલમાં 3 કોંગ્રેસી ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ સિક્યુરિટી ગાર્ડ પર નેતાગીરીના દમથી સિક્યુરિટી ગાર્ડ ઉપર રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો અને જ્યારે મામલો બિચકાયો ત્યારે સમગ્ર મામલે પોતાનો જ કક્કો સાચો ઠેરવવા માટે આ ત્રણેય નેતાઓ ઘરણા પર બેસી ગયા છે.

ભારતમાં અનેક જગ્યાએ કોંગ્રેસી નેતાઓનો અલગ જ રોફ જોવા મળતો હોય છે, ત્યારે દેશમાં અનેકવાર એવી ઘટનાઓ સામે આવી છે જેમાં કોંગ્રેસી નેતાઓ દ્વારા સામાન્ય કર્મચારીઓ અને પ્રજા સામે દાદાગીરી કરવામાં આવતી હોય. ત્યારે આજ રોજ સામે આવેલા સમગ્ર મામલાની વાત કરીએ તો, 3 કોંગ્રેસી ધારાસભ્યોઓએ સંકૂલના સિક્યુરિટી ગાર્ડ સાથે ઉદ્ધતાઈ ભરેલું વર્તન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ થઈ છે. આટલું જ નહીં પરંતુ મામલો જ્યારે વધુ ગરમાયો ત્યારે આ મામલાને રાજકીય રંગ આપવા માટે સંકૂલમાં જ ઘરણા પર બેસી મિડિયાનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત કરવાનો એક પ્રયાસ કર્યો હતો.

ત્રણ ધારાસભ્યો બેઠા ધરણાં પર
કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ ગાંધીનગરમાં ધરણાં પર બેસી ગયા. તેમને જોઈને આસપાસના નેતાઓ અને અધિકારીઓ પણ બે ઘડી રોકાઈ ગયા હતા. ધારાસભ્યોની માંગ છે કે સુરક્ષાકર્મીઓ પર જ્યાં સુધી કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ત્યાંથી હટશે નહીં.

સરકારે આપ્યો ઠપકો
સરકાર તરફથી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે કોઈ પણ કર્મચારીએ કોઈ પણ પક્ષના ધારાસભ્ય સાથે વિવેકથી વાત કરવી જોઈએ અને તેમનું માન સમ્માન જળવાય તે ખૂબ જ જરૂરી છે અને તે બાબતે જૉ ધ્યાન દોરવાની જરૂર હશે તો હું ચોક્કસ ધ્યાન દોરું છું અને આવું ફરીવાર ન બને તેનું ધ્યાન રાખવા પણ સૂચના આપવામાં આવી છે.

સમગ્ર મામલે ઢાંકપિછોડો કરવા નેતાઓની પીછેહઠ
ઉલ્લેખનીય છે કે વર્ષોથી ગુજરાતમાં સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ચૂકેલી કોંગ્રેસ ફરી સક્રિય થવા માટે અવનવા પેતરાઓ અપનાવીને મરણ પથારીએ પડેલા પક્ષમાં નવા પ્રાણ ફૂંકવાના અનેક પ્રયાસો કરી રહ્યા છે. જે હેઠળ આજ રોજ કોંગ્રેસ નેતાઓ દ્વારા સ્વર્ણિમ સંકૂલ ખાતે નાટકીય ઢબે સ્ટોરી ઘડી દોષનો ટોપલો સિક્યુરિટી ગાર્ડ પર નાંખવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પોતાની પાયા વિહોણી વાત મુકતા ધરણાં પર બેઠેલા ધારાસભ્ય લલીત કગથરાએ કહ્યું કે તે, લલીત વસોયા અને કિરીટ પટેલ ત્રણેય સ્વર્ણિમ સંકૂલ 1ના ગેટ પર આવ્યા ત્યારે અંદર જતાં ત્યારે ત્યાં સિક્યુરિટી દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. જે બાદ ગેટ પર તેમના નામ નોંધવામાં આવ્યા. જોકે ધારાસભ્યોએ કહ્યું કે છેલ્લા ચાર વર્ષથી તો ક્યારેય નામ લખવામાં આવ્યા નથી. જે બાદ ઉપરી અધિકારીને બોલાવવામાં આવ્યા અને તે અધિકારીની સામે જ ધારાસભ્યો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યુ તથા અપમાનિત કરવામાં આવ્યા.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો