તાજા સમાચારFeatured|દેશદેશ

ગુડ ન્યુઝ : રામ મંદિરનો પાયો ભરવાનું કાર્ય શરૂ થયુ જુઓ પ્રથમ ખાસ તસ્વીર

458views

– સનાતસ સંસ્કૃતિનું પ્રતિક એવા રામ મંદિરનું કામ પુરજોશમાં શરૂ થયું.
– મંદિરનો પાયો Compacted Concrete ટેકનિકથી ભરાશે.
– 1.20 લાખ સ્ક્વેરફૂટમાં બની રહ્યો છે પાયો
– 400 ફૂટ લંબાઈ અને 300 ફૂટ પહોળાઈ વિસ્તાર (1.20 લાખ સ્ક્વેરફૂટ)માં મંદિરનો પાયો

500 વર્ષ પછી સનાતનીઓ માટે હરખની ઘડી આવી છે. રામ મંદિર રંગે ચંગે તૈયાર થઈ રહ્યુ છે. રામ મંદિરનું કાર્ય ક્યાં સુધી પહોંચ્યુ તે જાણવા માટે દેશવાસીઓ ઉત્સુક છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર આ વિશેની અપડેટ ટ્વિટર પર શેર કરતું રહે છે. હાલની માહિતી મુજબ મંદિરનો પાયો ભરાવવાનું કાર્ય શરૂ થઈ ચુક્યુ છે. પાયાનાં છ લેયર તૈયાર થઈ ગયાં છે. તાઉ-તે અને યાસ વાવાઝોડા-વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસથી અહીં કામ બંધ હતું, જે સોમવારથી ફરી શરૂ થયું છે. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે કામકાજ જોવા માટે મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કામ આવતા ઓગસ્ટ સુધીમાં પૂરું થઈ જશે. ટ્વિટ કરતા તીર્થ ક્ષેત્રએ કહ્યુ છે કે રામજી કામ કરતા દરેક એન્જીનિયરને સલામત રાખે.

રામ મંદિર પાયાની શું છે વિશેષતા ?

400 ફૂટ લંબાઈ અને 300 ફૂટ પહોળાઈ વિસ્તાર (1.20 લાખ સ્ક્વેરફૂટ)માં મંદિરનો પાયો બની રહ્યો છે. એમાં 44 લેયર બનાવવામાં આવશે. લેયર 12 ઈંચ જાડાઈનું બનાવવામાં આવી રહ્યું છે. રોલર ચલાવવાથી એ 2 ઈંચ દબાઈને 10 ઈંચ થઈ જાય છે. ત્યાર પછી બીજું લેયર તૈયાર કરવામાં આવે છે.

પાયામાંથી નીકળેલી જમીનને પ્રસાદી તરીકે લઈ જઈ રહ્યા છે શ્રદ્ધાળુઓ

અયોધ્યામાં રામ મંદિરના પાયામાંથી નીકળેલી જમીનને રામ મંદિરની પ્રસાદી માનીને એને ઘરે-ઘરે પહોંચાડવાની યોજના પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. રોજ અહીં રામલલાનાં દર્શન કરવા માટે આવનારા શ્રદ્ધાળુઓ એને પવિત્ર રજકણ માનીને પેકેડ ડબ્બામાં પોતાની સાથે લઈ જતા હતા. જોકે કોરોનાને કારણે થોડા દિવસોથી આ બંધ છે.

કારસેવક પુરમમાં મૂકવામાં આવી છે માટી

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાનું કહેવું છે કે મંદિર નિર્માણમાંથી નીકળેલી માટી કારસેવક પુરમમાં રાખવામાં આવી છે. મઠ-મંદિરોના સંતોએ શ્રદ્ધાળુઓને રામ મંદિરના સ્થળેથી મળેલા રજકણને આપવાની માગ કરી હતી, જે નાના ડબ્બાઓમાં પેક કરીને કારસેવક પુરમથી વિતરિત કરાતી હતી.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો