તાજા સમાચારFeatured|દેશઆંતરરાષ્ટ્રીયદેશ

કોરોના સામેની લડાઈમાં ભારતને મળ્યો અમેરિકાનો સાથ, ભારત માટે 2 કરોડ રસીના ડોઝ તૈયાર કરવા અમેરિકાનું મોટું એલાન

246views

સમગ્ર વિશ્વ વર્તમાન સમયમાં કોરોના મહામારીના ગંભીર સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. તેમજ કોરોના મહામારી સામે ભારત પૂરી શક્તિથી સામનો કરી રહ્યું છે. ત્યારે આ વૈશ્વિક બિમારી સામે મોદી સરકારે ભારત સહિતના વિશ્વના નાગરિકોને રક્ષણ મળી રહે તે માટે કરેલી વૈક્સિન મૈત્રીના પરિણામે આજે ભારતને પણ આ લડતમાં અન્ય દેશો પાસેથી સહકાર તેમજ સહાય મળી રહી છે. તેવામાં એસ્ટ્રાજેનેકા રસીના 2 કરોડ વધારે ડોઝ બનાવવામાં માટે અમેરિકા ભારતને કાચો માલ પૂરો પાડશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે.

વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં અમેરિકાના પ્રવાસે છે. શુક્રવારે તેમણે કહ્યુ કે, પોતાના અમેરિકન સમકક્ષ એન્ટની બિલ્કેન સાથે મુલાકાત કરી. આ દરમિયાન બન્ને નેતાઓએ અલગ અલગ મુદ્દા પર વાતચીત કરી. ત્યારે દક્ષિણ અને મધ્ય એશિયાઈ મામલોના બ્યૂરોએ ભારતને કોરોના વાયરસની રસી બનાવવા માટે જરુરી કાચો માલ સપ્લાય કરવાના નિર્દેશ કર્યા છે. જેનાથી એસ્ટ્રાજેનેકા રસીના 2 કરોડ વધારે ડોઝ બનાવવામાં આવશે.

ત્યારે આ મામલે અમેરિકાના દક્ષિણ તથા મધ્ય એશિયાઈ મામલોના બ્યોરોના કાર્યવાહત સહાયક સચિવ ડીન થોમ્પસને કહ્યુ, અમેરિકન સરકાર, રાજ્ય સરકારો, અમેરિકન કંપનીઓ અને ખાનગી નાગરિતોએ કુલ મળીને ભારતને કોવિડ 19 રાહત સપ્લાય માટે 50 કરોડ અમેરિકન ડોલરથી વધારે આપ્યા છે.

બિલ્કેને કહ્યુ કે ભારત અને અમેરિકા કોરોનાની વિરુદ્ધ લડાઈમાં એકસાથે

બીજી તરફ જયશંકરે કોરોનાને પહોંચી વળવાના મુશ્કેલ સમયમાં ભારતનો સાથે આપવા માટે બાયડન પ્રશાસની આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે બિલ્કેને કહ્યુ કે ભારત અને અમેરિકા કોરોનાની વિરુદ્ધ લડાઈમાં એકસાથે છે. સાથે તેમણે કહ્યુ કે બન્ને દેશોમાં આ મહામારીને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ પડકારો સામે મળીને કામ કરી રહ્યા છે.

આ સાથે તેમણે ઉમેર્યું કે, ભારતે પહેલી લહેરમાં અમને સાથ આપ્યો અમે તેમની મદદ નહીં ભૂલીએ. તેમણે કહ્યુ કે હવે અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમે ભારતની સાથે ઉભા રહીએ. અમે કોવિડ 19ની સાથે મળીને લડી રહ્યા છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો