તાજા સમાચારFeatured|દેશગુજરાત

આખરે ખુદ ગુજરાત કોંગ્રેસના આ નેતાએ સ્વિકારી લીધું કે, કોંગ્રેસમાં ઉપર નાલાયકોની ફૌજ બેઠી છે’, વાયરલ થઈ કોંગ્રેસની નખ્ખોદ કાઢતી ઓડિયો ક્લિપ

1.9Kviews

કોંગ્રેસ અને કકળાટ એક બીજાના પર્યાય બની ગયા હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે, સામાન્ય દિવસ હોય કે પછી ચૂંટણી હોય કોંગ્રેસી નેતાઓ એક બીજાના ઝઘડામાંથી ઊંચા આવતા નથી. જેના કારણે હંમેશા આ કકળાટી કોંગ્રેસને પ્રજા સત્તાથી દૂર જ રાખે છે. તેવામાં વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં મ્યુનિ.કોર્પરેશનમાં વિપક્ષી નેતાની નિમણૂક થતા જ કોંગ્રેસમાં જૂથવાદ સામે આવ્યો છે. રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને મનપાના વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીના પતિ પ્રવીણભાઇ સોરાણી વચ્ચે થયેલી વાતચીતની વિવાદીત ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે .

રાજકોટ મનપા વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીના પતિ પ્રવિણ સોરાણી-ઈન્દ્રનીલ વચ્ચે વાતચીતમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ પ્રવિણને વિપક્ષ નેતા પદ ઠૂકરાવવાની વાત કરે છે. ભાનુબેન વિપક્ષ નેતા બનશે તો કોંગ્રેસ ખતમ થઇ જશે તેવો દાવો ઈન્દ્રનીલ રાજ્યગુરુ કરી રહ્યા છે. ભાનુબેનને બોલતા નથી આવડતું અને વિપક્ષ નેતા બન્યા તેવી પણ ટિપ્પણી કરાઈ રહી છે. અને મહેશ રાજપૂતના કારણે તમને પદ મળ્યું છે. પદ પાછું આપી દો, આને ધમકી પણ ગણી લો તેવી પણ વાત થઈ રહી છે. મહત્વનું છે કે, ભાનુબેનની રાજકોટ મનપામાં વિપક્ષના નેતા પદે વરણી થઈ છે.

વાયરલ થયેલા ઓડિયોની વાતચીત શબ્દસઃ નીચે પ્રમાણે છે..

ઈન્દ્રનિલઃ એટલા માટે કે તમને બનાવ્યા હોત તો વ્યાજબી છે અને વાંધો ન આવે
પ્રવિણઃ ઈ ન્દ્રનિલભાઈ હું ક્યાંય માગવા ગયો નથી
ઈન્દ્રનિલઃ તમે માંગો કે ન માંગો પણ તમે સાઈન નો તી કરી કે વશરામભાઈ સિવાય કોઈ વિપક્ષમા ન ચાલે .મને બધી ખબર છે. હવે તમેે અસ્વીકાર કરજો નહિતર રાજકોટ કોંગ્રેસની ઉંધે પડ દેવાની જવાબદારી સ્વીકારજો
પ્રવિણઃ જી વિચારી લઈશુ
ઈન્દ્રનિલઃ તમે વિચાર્યું જ નથી. તમને કોંગ્રેસની પડી જ નથી . નહિતર આમ ન કરત. મેં વશરામને કહેલું આને ટિકિટ ન દેવાય
પ્રવિણઃ બરોબર પણ મને ક્યા વશરામભાઈએ ટિકિટ દેવડાવી છે
ઈન્દ્રનિલઃ ના ના એણેજ કહ્યું એટલે ટિકિટ મળી બાકી કોઈનો બાપ આવે તો પણ ટિકિટ ન મળે પ્રવિણઃ હું ક્યા એની પાસે ટિકિટ માગવા ગયેલો, મેં ક્યા પરાણે ટિકિટ લીધી છે
ઈન્દ્રનિલઃ એ તો એની અક્કલ મઠ્ઠાઈ છે અને તેને જ હવે આ અક્કલ મઠ્ઠાઈ નડે છે. હવે તમે આનો(વિપક્ષી નેતાપદ્દનો) અસ્વીકાર કરજો
પ્રવિણઃ ના ના એમા આવું કાઈ ન હોય ઈન્દ્રનિલ ભાઈ, ધમકી…
ઈન્દ્રનિલઃ ધમકી માનો તો ધમકી છે મને ખબર છે તમે મહેશ રાજપુતના રસ્તે છો
પ્રવિણઃ મહેશ રાજપુત ગયો એના ઘરે મારે એની સાથે કે અન્ય કોઈ સાથે લેવા-દેવા નથી એવી ધમકી તો ઠીક હવે , અમે બધાને મદદ કરી છે તમને પણ મદદ કરેલી છે
ઈન્દ્રનિલઃ આ વસ્તુ વ્યાજબી નથી તમારી સામે વાંધો નથી પણ રાજકોટ કોંગ્રેસ ભાંગે તેની સામે વાંધો છે. એવી મહિલા જે કઈ બોલી ન શકે તેને વિપક્ષી નેતા બનાવાય તેની સામે છે અને એ પણ જામનગર અને અમદાવાદને સેટલ કરાવવા બનાવાય તેની સામે છે
પ્રવિણઃ તમે ઉપર કહી દોને અમે ક્યાં માગેલું હતું
ઈન્દ્રનિલઃ ઉપર બધા નાલાયકો બેઠા છે
પ્રવિણઃ તો એમા હું શું કરૂ આ મારો પ્રશ્ન નથી
ઈન્દ્રનિલઃ આ તમારો પ્રશ્ન છે…
પ્રવિણઃ અમે સામેની ના નહિ કહીએ …
ઈન્દ્રનિલઃ તો આવજો …. આવજો ….. હવે

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો