તાજા સમાચારFeatured|દેશદેશ

કોંગ્રેસનો ઢોંગી ચહેરો/ વેક્સિનની અછતનો ઢોંગ કરી કોંગ્રેસ જનતાના જીવ સાથે કરી રહી છે ચેડા, ઉજાગર થયું મોટું સત્ય

266views

કોરોના કાળ હોય કે પછી સામાન્ય દિવસો હોય કોંગ્રેસ પક્ષ મોદી સરકારને બદનામ કરવાના અવનવા પહેરાવો અપનાવતી હોય છે. પરંતુ દેશની સમજુ પ્રજા કોંગ્રેસના અફવાઓના ઝાળમાં ન આવતા દર વખતે માત્રને માત્ર નિષ્ફળતા સાંપડે છે. ત્યારે રસીકરણ મામલે ફરી એકવાર મોદી સરકારને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાનો કોંગ્રેસ શાસિત પંજાબ સરકારે પ્રયાસ કર્યો છે જેમાં અન્ય દેશો દ્વારા પણ કોંગ્રેસને લપડાક ખાવાનો વારો આવ્યો છે.

વેક્સિનની અછતના નામે પંજાબ સરકારે ગ્લોબલ ટેન્ડર જારી કર્યું હતું પરંતુ અમેરિકી મૉડર્ના તરફથી ઝટકો મળ્યો છે કારણ કે તેમણે પંજાબ સરકારને વેક્સિન આપવાથી ઇનકાર કરી દીધો છે. માત્ર એટલું જ નહીં પરંતુ કંપનીએ કહ્યું કે કોઈપણ રાજ્ય સરકારને વ્યક્તિના આપવી તે તેમની પોલીસી વિરુદ્ધ છે.

ખરેખર, પંજાબમાં રસીનો અભાવ હોવાની વાત કહીને મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે 20 મેના રોજ વૈશ્વિક ટેન્ડર બહાર પાડવાનો આદેશ આપ્યો હતો. આ માટે, અમેરિકન કંપની મોડર્ના, ફાઈઝર, જહોનસન અને જોહન્સન અને સ્પુટનિકનો સંપર્ક કરવામાં આવ્યો. આ અંગે બાકીની કંપનીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી, પરંતુ મોડર્નાએ રસી આપવાનો ઇનકાર કરી દીધો છે.

કેન્દ્રની મોદી સરકાર દેશના તમામ નાગરિકોને કોરોના સામે સુરક્ષા આપવા માટે કોઇપણ પ્રકારના ભેદભાવ વિના તમામ રાજ્યોને પૂરતા પ્રમાણમાં વેક્સિન પહોંચાડવાના પ્રયાસો કરી રહી છે પરંતુ મોદી સરકાર પાસેથી વેક્સિન લેવાનો ઈનકાર કરી કોંગ્રેસ શાસિત રાજ્યો જનતાના જીવન સાથે ખિલવાડ કરવાની સાથે કોરોના સંક્રમણ ન અટકે તેવી નિમ્નકક્ષાની રાજનીતિ કરી રહી છે. જેનું પરિણામ રાજ્યની ભોળી જનતાને ભોગવવાનો વારો આવ્યો છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો