તાજા સમાચારગુજરાત

ગુજરાત સરકારની વધુ એક રાહતલક્ષી જાહેરાત, વાવાઝોડાને પરિણામે નાશ પામેલા મકાનો માટે અપાશે આટલી આર્થિક સહાય

287views

ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ સર્જેલા વિનાશનો કારણે મૃત્યુ પામેલા તેમજ ઘાયલ થયેલા લોકો માટે વડાપ્રધાન મોદી તથા રાજ્યની રૂપાણી સરકાર દ્વારા આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે તેવામાં આ વાવાઝોડાના કારણે પોતાનો આશરો ગુમાવનાર લોકો માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત સરકાર ઘરવિહોણા થયેલા પરિવારોને આર્થિક સહાય કરશે.

તૌકતે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. શહેરી વિકાસ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવા સર્વે માટે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેન પાવર બોલાવીને તેમની પણ સેવાઓ આ સરવેમાં લઈ સર્વે કામગીરી વેગવાન બનાવવામાં આવી છે.

આ તૌકતે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને આવા મકાનોને થયેલા નુકસાન અંગે નુકસાન સહાયના ધોરણો મુખ્યમંત્રીએ જાહેર કર્યા છે.

* તૌકતે વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂ. 95,100 ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
* અંશત: નુકસાન પામેલા કાચા-પાકા મકાનો એટલે કે છાપરા- નળીયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે રૂ. 25,000 ની સહાય અપાશે
* આ વાવાઝોડાને પરિણામે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તે ઝૂંપડાઓ માટે રૂ. 10,000 ની સહાય તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ- વાડાને થયેલા નુકસાન માટે રૂ. 5,000 ની સહાય રાજ્ય સરકાર આપશે
* મુખ્યમંત્રીએ રાજ્યમાં આવા મકાનોના સર્વેની હાલ ચાલી રહેલી કામગીરીને ત્વરાએ પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો