તાજા સમાચારગુજરાત

શું આ વર્ષે ખરેખર લેવાશે ધો 12 ની પરીક્ષા ? શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી સ્પષ્ટતા

268views

કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે હવે ધોરણ 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે વાલીઓના મનમાં મૂંઝવણ ઊભી થઈ છે. જે અંગે આજરોજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 12 ની પરીક્ષા લેવાશે કે નહીં તે અંગે સ્પષ્ટતા પરતું મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ‘મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’ અભિયાનને લઇને વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. જ્યાં શિક્ષણમંત્રીએ ધો-12ની પરીક્ષા સંદર્ભે જણાવ્યું હતું કે, ધો-12ની પરીક્ષા લેવાશે જ. આરોગ્ય વિભાગ સાથે બેસીને કોરોનાની સ્થિતિની સમીક્ષા અને બાળકોની સલામતીની ચિંતા કરીને અમે તારીખ જાહેર કરીશું.

માર્ગદર્શિકા માટે વર્તમાન અને નિવૃત શિક્ષણવિદોની કમિટીની રચના કરી
ધો-10ના માસ પ્રમોશન બાદ તેમના એડમિશન મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે, માર્ગદર્શિકા માટે નિષ્ણાંત અને અનુભવી એવા વર્તમાન અને નિવૃત શિક્ષણવિદોની કમિટીની રચના કરી છે અને તેમના માર્ગદર્શન બાદ અમે તેનો નિર્ણય કરીશું.

કોરોનાના દર્દીઓને લઇને ખૂબ જ ગંભીરતાથી ચર્ચા થઇ છે

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ગઇકાલે મળેલી કોર કમિટીની બેઠકમાં વાવાઝોડાને લઇને કોરોનાના દર્દીઓને લઇને ખૂબ જ ગંભીરતાથી ચર્ચા થઇ છે. કોઇ નાના સેન્ટરમાં ઉણપ જણાય તો દર્દીઓને નજીકના મોટા સેન્ટરમાં લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાનો સામનો કરી શકીએ અને કોરોના સંક્રમિત દર્દીઓને કોઇપણ સમસ્યાનો સામનો કરવો ન પડે તેવી સંપૂર્ણ વ્યવસ્થા પણ રાજ્ય સરકારે કરી છે. કેન્દ્ર તરફથી પણ આપણને માર્ગદર્શન મળી રહ્યું છે. આજે જ દેશના ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રીએ સાથે વાત કરી છે. જેમાં કેન્દ્ર તરફથી મદદ અને માર્ગદર્શનની વાત કરી છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો