તાજા સમાચારFeatured|દેશદેશ

મોદી સરકારે રજૂ કર્યો રસીકરણ અભિયાનનો રોડ મેપ, માત્ર આટલા દિવસ સુધીમાં તમામને મળી જશે રસી

379views

કોરોના સામે લોકોને સુરક્ષા પૂરી પાડવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન અંતર્ગત લાભાર્થીઓને રસી આપવામાં આવી રહી છે. ત્યારે ટાસ્ક ફોર્સ દ્વારા રસીકરણ અભિયાનનો રોડ મેપ રજૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આ વર્ષના અંત સુધીમાં ભારતમાં 18 વર્ષથી ઉપરના તમામને રસીના બન્ને ડોઝ મળી શકે છે. સરકારે ડિસેમ્બર સુધી દેશમાં રસીની ઉપલબ્ધતાનો પુરો રોડમેપ રજુ કર્યો છે.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર જુલાઈ સુધામાં દેશમાં 51.6 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે. ધ્યામમાં રહે કે લગભગ 17 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. ત્યારે ઓગસ્ટથી ડિસેમ્બર સુધી 216 કરોડ ડોઝનું ઉત્પાદન થશે. સ્વાભાવિક છે કે 18થી ઉપરના લગભગ 95 કરોડ લોકોને બન્ને ડોઝથી ઘણી વધારે છે.

તેવામાં ખાસ વાત એ છે કે, આ રસીના ડોઝનું ઉત્પાદ દેશની અંદર થશે અને આમાં આયાત થનારી રસી સામેલ નથી. ટાસ્ક ફોર્સના પ્રમુખ ડો. વીકે પાલે કહ્યુ કે રસીની ઉપલબ્ધતા વધારવાના પ્રયાસોનુ પરિણામ થોડાક મહિનામાં દેખાશે. પાલે કહ્યુ તેમણે એ ન ભૂલવું જોઈએ કે 17.5 કરોડથી વધારે ડોઝ આપનાર ભારત ત્રીજો મોટો દેશ છે. અને આ દેશમાં બનેલી રસીના કારણે શક્ય બન્યુ છે. માત્ર અમેરિકા છે જેણે અત્યાર સુધી 25 કરોડ ડોઝ લગાવ્યા છે.

ડો. પાલે કહ્યુ કે ભારત સરકાર અત્યાર સુધી કુલ 35.6 કરોડ ડોઝનો ઓર્ડર આપી ચૂકી છે. જેમાંથી 27.6 કરોડ ડોઝ કોવિશીલ્ડ અને 8 કરોડ ડોઝ કોવેક્સીનના છે. જૂલાઈ સુધીમાં આ તમામનો સપ્લાય થઈ જશે. આ રાજ્યો અને ખાનગી ક્ષેત્રોએ બન્ને રસીના 16 ડોઝનો ઓર્ડર આપ્યો છે. બન્નેને મેળવીએ તો કુલ 51.6 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે. જેમાં 25 કરોડ લોકોને બન્ને ડોઝ લાગી શકે છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો