તાજા સમાચારગુજરાત

ગુજરાતને કોરોના મુક્ત બનાવવા સરકારે આરંભ્યું વધુ એક મહા અભિયાન, રાજ્યભરમાં તાત્કાલિક ધોરણે શરૂ કરાઈ આ કામગીરી

410views

ગુજરાતને કોરોના મુક્ત બનાવવા રાજ્યની રૂપાણી સરકાર દ્વારા રસીકરણ અભિયાનને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યને કોરોના મુક્ત બનાવવા માટે રૂપાણી સરકાર દ્વારા નવુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હવે ‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ નું અભિયાન ગુજરાતભરમાં ચલાવવામાં આવશે. આરોગ્ય વિભાગ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા આ અભિયાન માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

અભિયાનનો રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડાશે

‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ ની સીધી જવાબદારી મહાનગરપાલિકા અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સોંપવામાં આવી છે. જિલ્લા પ્રભારીમંત્રી ઇન્ચાર્જ મંત્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ અંતર્ગત લોકોની સતત મુલાકાત લઈને જન જાગૃતિ સાથે સ્થાનિક પરિસ્થિતિની સમીક્ષા કરશે. એટલુ જ નહિ, સાથે જ‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ અભિયાન અંતર્ગત નિયમિત રીતે થતી કામગીરીની માહિતી મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડવી પડશે.

મહાનગર પાલિકા કમિશનર દ્વારા સમગ્ર કામગીરીનું મોનીટરીંગ કરવા માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. વોર્ડમાં સેનેટાઈઝર, ઓક્સિજન બેડ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. અધિક કમિશનર, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અને રાજ્યના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા તેનું નિયમિત મોનિટરિંગ કરાશે.

અભિયાન અંતર્ગત આર્યુવેદિક અને હોમિયોપેથિક દવાઓની કીટના વિતરણ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા અપાતી સૂચનાઓનું શહેર અને પાલિકાઓમાં યોગ્ય રીતે સંચાલન થાય છે કે નહિ તે જોવામાં આવશે. ‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ અંતર્ગત ધનવંતરી રથ અને સંજીવની રથની કામગીરીની સમીક્ષા ઈન્ચાર્જ મંત્રી દ્વારા હાથ ધરવામાં આવશે. આ કામગીરીની સમીક્ષા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખીને કરવામાં આવશે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો