તાજા સમાચારઆંતરરાષ્ટ્રીય

હવે બાળકોને પણ મળશે રસીનું કવચ, આ રસીને ઈમરજન્સી ઉપયોગ માટે આપાઈ મંજૂરી

530views

કોરોના મહામારી એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ મહામારી સામે લોકોને રક્ષણ આપવા માટે તમામ દેશો દ્વારા રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારતમાં પણ મોદી સરકાર દ્વારા રસીકરણ અભિયાન અંતર્ગત ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે ત્યારે, કોરોના વિરુદ્ધ બાળકોને પણ રસીનું કવચ મળવા જઈ રહ્યું છે.

અમેરિકાના Food and Drug Administration (FDA) એ ફાઈઝર-બાયોએનટેક (Pfizer-BioNTech) ની બાળકો માટે બનાવવામાં આવેલી રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. 12થી 15 વર્ષના કિશોરોને આ રસી આપવામાં આવશે. FDA એ તેને કોરોના વાયરસ સામેની જંગમાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. આ બાજુ ફાઈઝરના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ડો.બિલ ગ્રુબરે FDA ના નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તેનાથી મહામારી સામે લડવાની આપણી ક્ષમતા વધશે.

રિવ્યૂ બાદ મળી મંજૂરી
FDA ના કાર્યકારી આયુક્ત ડો.જેનેટ વુડકોકે કહ્યું કે રસીકરણના દાયરામાં વિસ્તાર કરવો આપણને સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાની નજીક લાવે છે. તેમણે કહ્યું કે માતા પિતા અને અભિભાવકો આ વાત માટે આશ્વસ્ત રહી શકે છે કે અમે તમામ ઉપલબ્ધ ડેટાની આકરી અને ઊંડી સમીક્ષા બાદ જ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.

સંપૂર્ણ રીતે સુરક્ષિત છે રસી

અમેરિકી FDA નું કહેવું છે કે ફાઈઝર-બાયોએનટેકની કોવિડ-19 રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. FDA એ જણાવ્યું છે કે 12 થી 15 વર્ષના 2000થી વધુ વોલેન્ટિયર્સને રસી અપાઈ હતી. ટેસ્ટ ડેટામાં જાણવા મળ્યું કે રસીકરણ બાદ આ બાળકોમાં કોરોના સંક્રમણનો કોઈ કેસ જોવા મળ્યો નથી. આ બાજુ કંપનીનો દાવો છે કે તેમની રસી 100 ટકા કારગર છે. 18 વર્ષના લોકોની સરખામણીમાં 12થી 15 વર્ષની ઉમરના જે બાળકોને રસીના ડોઝ અપાયા તેઓ કોરોના સંક્રમિત થયા નહીં.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો