તાજા સમાચારઆંતરરાષ્ટ્રીયદેશ

મોદી સરકારની વિદેશ નીતિને મળી મોટી સફળતા, કોરોના સામેની લડાઈમાં આ દેશ ભારતને આપશે જીવન રક્ષક ઇક્વિપમેન્ટ

373views

કેન્દ્રની મોદી સરકારે સામાન્ય દિવસોમાં અન્ય દેશો સાથે રાખેલા મજબૂત સંબંધોના કારણે આજે કોરોના કાળમાં આજ સંબંધો કોરોના ગ્રસ્ત દર્દીઓ તેમજ સામાન્ય લોકોના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. જેમાં બ્રિટને ભારતને જરૂરી ચિકિત્સક ઉપકરણો ઉપલબ્ધ કરવાની વાત કરી છે તેમજ તે ભારતને 600 એવા ઇક્વિપમેન્ટ મોકલવાની વાત કરી રહ્યા છે જે કોરોના વિરુદ્ધની ભારતની લડતમાં કામ આવશે.

મળતી માહિતી મુજબ બધુ મળીને 9 કન્ટેનર ભારત આવશે. જેમાં 495 ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ, 120 નોન ઈન્વેસિવ વેન્ટિલેટર્સ, અને 20 મેન્યુઅલ વેન્ટિલેટર્સ આવશે. આ ઈક્વિપમેન્ટ્સ અનેક દર્દીઓના જીવ બચાવવામાં મદદગાર સાબિત થશે. જેમ કે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સની મદદથી હવાથી જ ઓક્સિજન કાઢીને દર્દીઓને આપી શકાય છે. હોસ્પિટલમાં ઓક્સિજનની કમી થતા તેનો આબાદ રીતે ઉપયોગ થઈ શકે છે.

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને કહ્યું કે કોરોના સામેની આ લડતમાં યુકે ભારતની સાથે મજબૂતાઈથી ઊભું છે. તેમણે કહ્યું કે કોરોના વિરુદ્ધ લડતમાં અમે એક મિત્ર અને પાર્ટનર તરીકે ભારત સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા છીએ.

ભારતમાં બ્રિટનના રાજદૂત એલેક્સ એલિસે હિન્દીમાં એક નિવેદન બહાર પાડીને કહ્યું કે મુશ્કેલ ઘડીમાં યુકે ભારતની સાથે છે. પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને આજે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ અને વેન્ટિલેટર્સ ભારતને મોકલવાનો નિર્ણય લીધો છે. કોરનાને હરાવવાની આ જંગમાં યુકે ભારત સાથે ખભેથી ખભો મિલાવીને આગળ વધી રહ્યું છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો