તાજા સમાચારદેશ

કોરોનાનું સંકટ વધુ ઘેરાતાં PM મોદીએ તાત્કાલિક આ સંતને ફોન કરીને કહ્યું કે….

1.07Kviews

દેશમાં કોરોના વાયરસનું સંકટ વધુ ઘેરુ બની રહ્યું છે. ત્યારે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભને પ્રતીકાત્મક રાખવા માટે સંતોને અપીલ કરી હતી. આ સાથે પીએમ મોદી બધા સાધુ-સંતોની સ્થિતિ પણ જાણી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિજી સાથે ફોન પર વાત કરી છે. દરેક સંતના સ્વાસ્થ્યની માહિતી લીધી છે. દરેક સંતગણ પ્રશાસનને દરેક પ્રકારની મદદ કરી રહ્યા છે. મેં એ માટે સંતજગતનો આભાર માન્યો છે.

વડાપ્રધાને આગળ કહ્યું હતું કે મેં વિનંતી કરી છે કે બે શાહી સ્નાન થઈ ગયાં છે, તેથી હવે કુંભને કોરોના સંકટમાં પ્રતીકાત્મક જ રાખવામાં આવે. એનાથી સંકટ સામે લડાઈ લડવામાં તાકાત મળશે. વડાપ્રધાન મોદીએ આ વિશે ટ્વીટ કર્યું છે.

વડાપ્રધાનના નિવેદન પર જવાબ આપતાં મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરિએ કહ્યું હતું કે માનનીય વડાપ્રધાનજીની અપીલનું અમે સન્માન કરીએ છીએ. સ્વયં અને બીજાના જીવની રક્ષા કરવી ખૂબ મહત્ત્વની છે. મારો ધર્મ પરાયણ જનતાને આગ્રહ છે કે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એના નિયમો અને ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો