તાજા સમાચારદેશ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ એક ઓડિયો ક્લિપે કેજરીવાલ સરકારની આબરૂના ઉડાવી નાખ્યા ધજાગરા, સામે આવી વરવી વાસ્તવિકતા

826views

કોરોના કાળ હોય કે પછી કુદરતી આફત હોય, પ્રજાની સુરક્ષા કરવી તે રાજ્યના મુખ્યમંત્રીની નૈતિક ફરજ હોય છે. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના મહામારીમાં પણ રાજકીય સ્વાર્થ હેતુ માત્ર ને માત્ર જુઠ્ઠાણાઓના આધારે રાજ્યની પ્રજાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. જેમાં એક તરફ અરવિંદ કેજરીવાલ દાવો કરી રહ્યા છે કે પ્રદેશના હોસ્પિટલોમાં બેડની પુરતી વ્યવસ્થા છે પરંતુ વાસ્તવિકતા સંપૂર્ણ વિપરીત છે.

સોશિયલ મીડિયા પર શેર કરેલા ઓડિયો અનુસાર, દિલ્હી સરકારની એપ પર ‘શ્રી બાલાજી એક્શન મેડિકલ ઇન્સ્ટિટ્યુશન’ માં 5 પથારી ખાલી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ જ્યારે કોલ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે એક પણ બેડ ખાલી નથી. …. હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, એપ્લિકેશન પર શું કહેવામાં આવી રહ્યું છે તે વિશે તેઓ કંઇ જાણતા નથી, પરંતુ ત્યાં દર્દીઓ માટે વેઇટિંગ ચાલી રહ્યું છે .

આમ એક તરફ ભલે દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હોય કે પ્રદેશમાં સ્થિતિ કાબૂમાં છે પરંતુ વરવી વાસ્તવિકતા તો એ છે કે પ્રદેશની જનતા રામભરોસે છે. કારણકે રાજ્યના મુખ્યમંત્રી પોતાની આબરૂ બચાવવા માટે અનેક પ્રકારના જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યા છે જેમાંનું એક જુઠ્ઠાણું પ્રદેશની હોસ્પિટલોમાં બેડની પૂર્તિ વ્યવસ્થાઓ અંગેનું ઉજાગર થઇ ચૂક્યું છે. તેમ છતાંય દિલ્હીની જાડી ચામડીની કેજરીવાલ સરકારની આંખ ઉઘડતી નથી. જેના પરિણામે જનતાનો જીવ જોખમમાં મુકાયો છે.